નોટિસ:શિવસેનાના 53 વિધાનસભ્યોને વિધાનમંડળના સચિવની નોટિસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે જૂથે વ્હિપનું ઉલ્લંઘન કર્યાનો પરસ્પર વિરોધી દાવો કર્યો હતો

શિવસેનામાંથી બળવો કરીને સત્તાપલટો કરવા માટે નિમિત્ત બનેલા એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો અને ઉદ્ધવ ઠાકરે સાથે બાકી રહેલા શિવસેનાના વિધાનસભ્યો મળીને આ બધાને વિધાનમંડળના સચિવે નોટિસ મોકલી છે. જોકે તેમાં આદિત્ય ઠાકરે એકમાત્ર અપવાદ છે.

બંને જૂથે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીના સમયે અને બહુમત સિદ્ધ કરવા સમયે વ્હિપનું ઉલ્લંઘન કર્યું હોવાનો પરસ્પર વિરોધી દાવો કર્યો હતો અને આ સંબંધમાં વિધાનમંડળના સચિવ પાસે ફરિયાદ પણ કરવામાં આવી હતી. શિંદે જૂથે આદિત્ય ઠાકરે વિરુદ્ધ ફરિયાદ કરી નહોતી.

આથી તેમને નોટિસ મોકલવામાં આવી નથી.53 વિધાનસભ્યોને સાત દિવસની અંદર વિધાનમંડળમાં ઉત્તર આપવો પડશે. શિંદે જૂથ અને શિવસેના એમ બે જૂથના વિધાનસભ્યોએ વ્હિપની અવગણના કરી હોવાની પરસ્પર વિરોધી ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી વિધાનસભ્ય આદિત્ય ઠાકરેને છોડતાં 53 વિધાનસભ્યોને વિધાનમંડળના સચિવે નોટિસો મોકલી છે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી અને બહુમત સિદ્ધ કરવા સમયે શિંદે જૂથે અને શિવસેના દ્વારા વ્હિપ જારી કરવામાં આવ્યો હતો.

જોકે આ વ્હિપનું ઉલ્લંઘન કરીને મતદાન કરવાથી બંને જૂથે ફરિયાદ કરી હતી.ઉદ્ધવ ઠાકરે સાથે બચેલી શિવસેનાનું અસ્તિત્વ અને ભવિષ્ય અનેક અનુત્તરીત પ્રશ્નો પર આધાર રાખે છે.સત્તાપલટા પછી બોલાવવામાં આવેલી વિશેષ સત્રના પ્રથમ જ દિવસે બંને જૂથે એકબીજાનો વ્હિપ ઠુકરાવ્યો હોવાનો પરસ્પર વિરોધી દાવો કર્યો છે.

ઠાકરે સાથે બચેલા જૂથના વ્હિલનું ઉલ્લંઘન થયાનું તત્કાલીન વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરી ઝિરવળે રેકોર્ડ પર લીધું હતું. આ પછી થોડા જ કલાકમાં નવા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિંદે જૂથને વ્હિપનું ઉલ્લંઘન થયાનું રેકોર્ડ પર લીધું હતું. તેને આધારે વિધાનમંડળ સચિવે લીધેલો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય છે તે પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં સોમવાર 11 જુલાઈએ દલીલો થવાની છે.

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
​​​​​​​આમ, શિવસેનાના જૂથ નેતાપદની લડાઈ સુપ્રીમ કોર્ટમાં આવી છે. આ સાથે 16 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા સાથે એકનાથ શિંદેની મુખ્ય મંત્રીપદ બાબતે કરાયેલી ફરિયાદ પણ સુપ્રીમ કોર્ટમાં છે. તેની પર પણ સોમવારે જ સુનાવણી થવાની છે. આથી સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવે કે પછી સુનાવણી પાછળ ઠેલાય તે જાણવાની સૌને ઉત્સુકતા છે.

આટલો પ્રેમ નહીં બતાવોઃ આદિત્ય
દરમિયાન આદિત્ય ઠાકરે સિવાયના 53 વિધાનસભ્યોને નોટિસ આપવામાં આવી તે વિશે રવિવારે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે મારી પર આટલો પ્રેમ બતાવવાની જરૂર નથી. પ્રેમ હોત તો તેમણે પીઠમાં ખંજર ભોંક્યું નહીં હોત. આ મામલો કોર્ટમાં છે. કોર્ટમાં તેની સુનાવણી થવાની છે. શિવસેના પર લોકોનો પ્રેમ ઉદ્ધવ ઠાકરે જોડે જ રહેશે. આ સરકારે સારા પ્રકલ્પો સામે સ્ટે આપ્યો છે. હું આરોપ પ્રત્યારોપમાં પડવા માગતો નથી, એમ પણ આદિત્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...