કાર્યવાહી:મુંબઈ હાઈકોર્ટ તરફથી બિલ ગેટ્સ અને પુનાવાલાને નોટિસ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની રસીની આડઅસરથી પુત્રીનું મૃત્યુ થયું એવો પિતાનો આરોપ

કોરોનાની રસીની આડઅસરથી પુત્રી મૃત્યુ પામી હોવાનો આરોપ કરતા મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મુંબઈ હાઈ કોર્ટે આ પ્રકરણે બિલ ગેટ્સ અને સિરમના આદર પુનાવાલાને નોટિસ બજાવી છે. ઉપરાંત રાજ્ય સરકારને પણ નોટિસ બજાવવામાં આવી છે. ડો. સ્નેહલ લુનાવતના મૃત્યુ પ્રકરણે તેના પિતા દિલીપ લુનાવતે આ અરજી દાખલ કરી છે. હાઈ કોર્ટે આ અરજીની નોંધ લીધી છે. જજ ગંગાપુરવાલા અને માધવ જામદારની ખંડપીઠે આ નોટિસ બજાવી છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટની કોરોના રસીના કારણે પુત્રીનું મૃત્યુ થયું હોવાનું અરજદાર દિલીપ લુનાવતે જણાવ્યું હતું.

આ પ્રકરણે વળતર સ્વરૂપે સિરમે 1 હજાર કરોડ રૂપિયા ચુકવવા એવી માગણી તેમણે અરજી દ્વારા કરી છે. થોડા મહિના પહેલાં તેમણે આ અરજી દાખલ કરી હતી. એના પર હાઈ કોર્ટે નોટિસ બજાવી છે. ડો. સ્નેહલ લુનાવત નાશિકમાં મેડિકલ શિક્ષણ લઈ રહી હતી. એણે કોવિશિલ્ડ રસી લીધી હતી. કોવિશિલ્ડની રસી પૂર્ણપણે સુરક્ષિત છે અને એની કોઈ આડઅસર થતી નથી. તેથી ડો. સ્નેહલે કોલેજમાં કોવિશિલ્ડ રસી લીધી હતી. રસી લીધા પછી તેની તબિયત લથડવા માંડી હતી.

આખરે સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું. ડો. સ્નેહલે 28 જાન્યુઆરી 2021ના રસી લીધી હતી. એ પછી 1 માર્ચના એનું મૃત્યુ થયું હતું એમ દિલીપ લુનાવતે જણાવ્યું હતું. પોતાની પુત્રીનું મૃત્યુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રસી ઉત્પાદક કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટની ભૂલના કારણે થયું હોવાનો આરોપ કરતા તેમણે હાઈ કોર્ટમાં દાદ માગી છે. ડ્ર્ગ્ઝ કંટ્રોલર ઓફ ઈંડિયા અને એઈમ્સની રસીન આડઅસર થતી ન હોવાની ખોટી માહિતી આપી.

અન્ય સમાચારો પણ છે...