કોર્ટે કરેલી નોંધ:શિંદે- ફડણવીસ સામે ઝૂકતા નથી તેઓ EDના અપરાધીઃ ઠાકરે સેના

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના માનિતા બિલ્ડરો સામે ગુનો કેમ દાખલ થતા નથી?

રાજ્યમાં ભાજપના કમસેકમ 7 મંત્રી, 15 વિધાનસભ્ય- સાંસદો, ભાજપને નાણાં પુરવઠો કરનારા બિલ્ડરો મની લોન્ડરિંગ પ્રકરણમાં જેલમાં જાય એવા ગુના તેમને નામે બોલાય છે. જોકે ઈડી પોતે જ આરોપીઓ નક્કી કરે છે એવી કોર્ટે કરેલી નોંધ આ કિસ્સામાં સત્ય ઠરે છે. વિશેષ પીએમએલએ કોર્ટના જજ એમ જી દેશપાંડેનો આ બાબતમાં ચુકાદો ઐતિહાસિક અને માર્ગદર્શન છે એવું કહીને ઠાકરે સેનાએ ભાજપ પર હલ્લાબોલ કર્યો છે. શિંદે- ફડણવીસની સામે ઝૂકતા નથી તેઓ ઈડી- સીબીઆઈના અપરાધી થઈ જાય છે, એમ પક્ષના મુખપત્રમાં જણાવાયું છે.

ઠાકરે સેનાના નેતા રાઉત પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળા સંબંધી મની લોન્ડરિંગ કેસમાં બહાર આવ્યા પછી જજે કરેલાં નિરીક્ષણોથી ઠાકરે સેનાને બળ મળ્યું છે. આપણા દેશમાં એક વરિષ્ઠ સાંસદને ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને 100 દિવસ સુધી જેલમાં બંધ કરવામાં આવે તો કાયદાનું અને ન્યાયનું રાજ્ય દેશમાં નથી. માનવી અધિકારોનું, સ્વાતંત્ર્યનું આ રીતસર હનન છે. દુનિયાના અનેક દેશોમાં ત્યાંના હુકમશાહો વિરોધીઓને બંદૂકના બળે ખતમ કરે છે. કોઈ પણ ખટલા નહીં ચલાવતાં જેલમાં નાખે છે અને ફાંસીએ લટકાવે છે.

આપણા દેશની લોકશાહી વ્યવસ્થાએ આ કામ ઈડી નામની સંસ્થા પાસે સોંપ્યું છે એવી ટીકા પણ કરવામાં આવી છે.સરકારે એકાદ નાગરિક વિરુદ્ધ કાર્યવાહી કરવી હોય તો તેને કાયદાનો આધાર હોવો જોઈએ એવું બ્રિટિશ રાજમાં કોર્ટો ધ્યાન રાખતી હતી. લોકોના સ્થાનબદ્ધતાની અથવા ભાષણ સ્વાતંત્ર્ય, મુદ્રણ સ્વાતંત્ર્ય જેવા વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર બંધનો લાદનારાં પ્રકરણો તે સમયે પણ કોર્ટ તપાસતી હતી. આજે કાયદો કમજોર અને ન્યાયવ્યવસ્થા દબાણ હેઠળ હોવાનું દેખાય છે ત્યારે જ એક જજે નિર્ભય રીતે ન્યાયદાન કર્યું તેવું ભાગ્યે જ જોવા મળે છે, એમ પણ મુખપત્રમાં જણાવાયું છે.

સંજય રાઉતની તપાસ પૂર્વે જ તેમને ફાંસીએ ચઢાવવાનો પ્રયાસ થયો અને આવા ફાંસીના દોર હાલમાં ફક્ત રાજકીય વિરોધીઓ માટે જ વાળવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઈડીના અનેક પ્રકરણો તેના સાક્ષી છે. રાજ્યના માજી ગૃહમંત્રી અનિલ દેશમુખ અને તેમના સહયોગીઓ એકથી વધુ વર્ષ જેલમાં છે. આ બધા પ્રકરણ રાજકીય કાવતરાના કૌભાંડ હોવાનો આરોપ પણ કરાયો છે.100 કરોડની વસૂલી મુંબઈ- થાણેના બાર માલિકી પાસેથી કરવાની સૂચના એક ફોજદાર કક્ષાના પોલીસ અધિકારીને રાજ્યના ગૃહમંત્રી કઈ રીતે આપી શકે?

જે અધિકારી પોતે જ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો મૂકવાના ગુનાનો આરોપ છે, જેણે આ પ્રકરણના પુરાવા નષ્ટ કરવા પોતાના મિત્રની હત્યા કરી નાખી, તેની સાક્ષી પર આધાર રાખીને દેશમુખ વિરુદ્ધ ખટલો ઈડી અને સીબીઆઈએ ઊભો કર્યો. હાઈ કોર્ટે એક વર્ષ પછી દેશમુખને જામીન મંજૂર કરતાં ફોજદાર સચિન વાઝેની સાક્ષી પર વિશ્વાસ રાખી નહીં શકાય એવી નોંધ કરી હતી, પરંતુ સીબીઆઈની સેશન્સ કોર્ટે તે જ સાક્ષીદારના ભરોસે દેશમુખને જામીન નકાર્યા. આ આપણી ન્યાયવ્યવસ્થાની ગડબડ છે કે દબાણ? એવો પ્રશ્ન પણ મુખપત્રમાં પૂછવામાં આવ્યો છે.

દેશભરમાં અનેક બનાવી ખટલા : છેલ્લાં થોડાં વર્ષોમાં મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અ નેક બનાવટી ખટલા કેન્દ્રની તપાસ યંત્રણાઓએ ઊભા કર્યા અને નિર્દોષ લોકોને જેલમાં સડાવ્યા. પુરાવા નથી અને ખટલા પણ ચાલતા નથી, પરંતુ વિશેષ કોર્ટો તારીખ પર તારીખ આપી રહી છે. આ બધાને છેદ આપનારો નિર્ણય જસ્ટિસ એમ જી દેશપાંડેની વિશેષ કોર્ટે આપ્યો છે, એમ ધ્યાન દોરતાં જણાવાયું છે.

પ્રવીણ રાઉતનું પ્રકરણ દીવાની
પ્રવીણ રાઉતનું પ્રકરણ દીવાની સ્વરૂપનું હોવા છતાં તેને મની લોન્ડરિંગનું સ્વરૂપ આપ્યું અને સંજય રાઉતની નાહક ધરપકડ કરી. આ પ્રકરણના મુખ્ય આરોપીઓની ઈડીએ ધરપકડ કરી નહીં. એટલે કે, ઈડી પોતે જ આરોપીઓ નક્કી કરીને ધરપકડ કરે છે એવું કોર્ટનું નિરીક્ષણ અનેક નકાબ ફાડનારું છે. શિંદે ફડણવીસ સામે ઝૂક્યા નહીં તેઓ ઈડી- સીબીઆઈના અપરાધી ઠર્યા. દેશમાં કાયદાનું રાજ્ય નથી. ન્યાય યંત્રણા પર દબાણ છે અને કેન્દ્રીય યંત્રણા ગુલામ બની છે. સંજય રાઉત પ્રકરણમાં તે ખુલ્લું પડ્યું છે

અન્ય સમાચારો પણ છે...