કાર્યવાહી:માનહાનિના કેસમાં સંજય રાઉત સામે બિન- જામીનપાત્ર ધરપકડ વોરન્ટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઉતે તુરંત કોર્ટમાં હાજર થઈને વોરન્ટ રદ કરાવી લીધા

શિવસેના સાંસદ સંજય રાઉતની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનાં પત્ની મેધા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે કોર્ટે આ વોરંટ જારી કર્યું છે. શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે આ કાર્યવાહી કરી છે. આ કેસની આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ થશે.

દરમિયાન રાઉતે વોરન્ટ જારી થયા પછી બપોરે જ શિવડી કોર્ટ સામે હાજરી પુરાવી હતી અને વોરન્ટ રદ કરાવ્યા હતા. અગાઉ મેધા વતી એડવોકેટ લક્ષ્મણ કનાલ હાજર રહ્યા હતા. લક્ષ્મણ કનાલે જણાવ્યું હતું કે, મેધાની જુબાની કોર્ટમાં નોંધવામાં આવી છે. અમે કોર્ટના ધ્યાન પર લાવ્યા છીએ કે સંજય રાઉત આ કેસમાં પહેલા હાજર નહોતા.

તેથી કોર્ટે ગુરુવારે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેથી આગળની તારીખે હાજર નહી થાઓ તો સંજય રાઉતની ધરપકડ કરવામાં આવશે. તમારે તે તારીખે હાજર થવું પડશે. જો તમે હાજર ન થાઓ તો કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરશે.દરમિયાન, મેધાના વકીલોએ શિવડી કોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ વોરંટ જારી કરવાની માગણી કરી હતી. સંજય રાઉત તેમની સામેના માનહાનિના કેસની સુનાવણીમાં વારંવાર ગેરહાજર રહેતા હોવાથી આ માગણી કરવામાં આવી હતી. કિરીટ અને મેધા સોમૈયા આ સુનાવણી માટે કોર્ટમાં હાજર હતાં, પરંતુ સંજય રાઉત સતત ગેરહાજર રહ્યા હતા.

સંજય રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સોમૈયાના વકીલોએ દલીલ કરી હતી, કે જ્યાં સુધી વોરંટ જારી ન થાય ત્યાં સુધી રાઉત આવશે નહીં. પરંતુ રાઉતના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે રાઉત આગામી તારીખે હાજર થશે.

દરમિયાન કોર્ટે મેધા સોમૈયાનું નિવેદન નોંધ્યું હતું. મેં સંજય રાઉત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, કારણ કે તેણે મને બદનામ કરવાનો ખોટો આરોપ લગાવ્યો છે. રાઉતે 12મી એપ્રિલ 2022ના રોજ સામના ઑનલાઇનમાં એક લેખ લખ્યો હતો, અને મારા પર કરોડો રૂપિયાનું શૌચાલય કૌભાંડ ચલાવવાનો ખોટો આરોપ લગાવ્યો હતો.

જેના કારણે મારી બદનામી થઈ હતી, મેધા સોમાયાએ કોર્ટને કહ્યું હતું. લેખમાં કહેવામાં આવ્યું છે કે મેધા સોમૈયાએ પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે મેધા સોમૈયાએ આ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને 3 કરોડ 90 લાખનું કૌભાંડ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...