ભાજપ પર હલ્લાબોલ:CMના સંયમનો માસ્ક નથી, દશેરા રેલીમાં હિસાબ ચૂકતે કરીશું: ઠાકરે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના સાંસદો અને વિધાનસભ્યોની બેઠકમાં ભાજપ પર હલ્લાબોલ

શિવસેનાની ખરાબ જોનારા બધાનો હિસાબ દશેરા રેલીમાં ચૂકતે કરવામાં આવશે. હવે મોઢા પર મુખ્ય મંત્રીપદના સંયમનો માસ્ક નથી. બગડેલા લોકો કરતાં મુઠ્ઠીભર નિષ્ઠાવાનો હંમેશાં સારા રોય છે. આ મુઠ્ઠીભર લોકના ભરોસા પર મેદાન ગજવીશું, એમ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપ પર હલ્લોબાલ કરતાં જણાવ્યું હતું. માતોશ્રી પર શિવસેનાના વિધાનસભ્યો અને સાંસદોની બેઠકમાં તેઓ બોલતા હતા.મુંબઈમાં ગઈકાલે આપણે મંગલમૂર્તિ અને અમંગલમૂર્તિ જોયી. મંગલમૂર્તિનાં દર્શને આવ્યાં હતાં. મંગલમૂર્તિ સામે કાંઈ અભદ્ર બોલવું નહીં જોઈએ.

જોકે શિવસેનાને જમીન બતાવવાની છે એવું બોલીને ગયા. તેમને જે પણ બોલવું હોય તો બોલે, પણ આપણે ભાજપને મહાપાલિકાની ચૂંટણીમાં આસમાન બતાવીને રહીશે, એવો પલટવાર ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કર્યો હતો. મુંબઈ મુલાકાત દરમિયાન શાહે સોમવારે ઉદ્ધવ ઠાકરેની કઠોર શબ્દોમાં ટીકા કરીને તેમને જમીન બતાવવાનો સમય આવી ગયો છે, એમ કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું. તેનો ઠાકરેએ પ્રત્યુત્તર આપ્યો હતો.ઠાકરેએ જણાવ્યું કે શિવસેના કાંઈ મારી ખાનગી માલમતા નથી. મુખ્ય મંત્રીપદ જો મને જોઈતું હોય તો હું તે એક ક્ષણ પણ થોડી શક્યો નહીં હોત.

મારી પાસે તે સમયે પણ 30-40 વિધાનસભ્યો હતો. તે સમયે પણ તેમને ગોંધી રાખ્યા હોત. મારી પણ મમતા બેનરજી પાસે ઓળખ છે. ત્યાં વિધાનસભ્યોને લઈ ગયો હોત. કમસેકમ કાળીમાતાના મંદિરમાં લઈ ગયો હોત, રાજસ્થાનમાં તેમને લઈ ગયો હોત પણ મારો તેવો સ્વભાવ નથી. આથી બધાને કહ્યું કે દરવાજા ખુલ્લા છે. રહેવું હોય તો નિષ્ઠાથી રહો અને નહિતર ત્યાં જાઓ. જોકે મને એક સંતોષ છે કે મારી સાથે જે છે તે કટ્ટર કડવા નિષ્ઠાવાન શિવસૈનિકો છે. આ જ આપણી શિવસેનાનું વૈભવ છે.

શિવસેનાને ખતમ કરવા નીકળ્યા છે
આ સંઘર્ષનો સમય છે. તેઓ શિવસેનાને ખતમ કરવા માટે નીકળ્યા છે. જોકે આ સંઘર્ષના કાળમાં જેઓ આપણી સંગાથે રહ્યા તેઓ આપણા છે. આવા નિષ્ઠાવાનોને કોઈ વેચાતા લઈ નહીં શકે, કારણ કે નિષ્ઠા એવી વિષય હોય છે કે તેની ગમે તેટલી કિંમત લગાવવામાં આવે, બોલી લગાવવામાં આવે તો પણ તે વેચાતી લઈ નહીં શકાય. તે કોઈ વેચાતી લઈ નહીં શકે. આથી આ બધા નિષ્ઠાવાનો સાથે રહ્યા. શિવસેના પ્રમુખ કહેતા, ઘણા બધા ત્રસ્ત લોકો જોડે હોય તેનાકરતાં મુઠ્ઠીભર નિષ્ઠાવાન લોકો જોડે હોય તો મેદાન જીતી શકાય છે. આથી મને કોઈ ચિંતા નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...