માગણી:ખ્વાજા યુનુસ કેસમાં પ્રફુલ્લ ભોસલે સહિત 4 પોલીસ પર કાર્યવાહી નહીં

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચિન વાઝે સહિત ચાર પોલીસ મુખ્ય આરોપી છે

ઘાટકોપર સ્ટેશનની બહાર 2022માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં આરોપી ખ્વાજા યુનુસના કસ્ટડીમાં થયેલા મૃત્યુ પ્રકરણમાં ભૂતપૂર્વ એસીપી પ્રફુલ્લ ભોસલે સહિત ચાર પોલીસ પર કેસ ચલાવવાની માગણી કરતી અરજી પહેલાંની વિશેષ સરકારી વકીલની અરજી પાછી ખેંચવા સ્પેશિયલ કોર્ટે રાજ્ય સરકારને પરવાનગી આપી હતી. બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે સહિત ચાર પોલીસ આ પ્રકરણે મુખ્ય આરોપી છે. પણ ભોસલે, રાજારામ વેનમાને, અશોક ખોત અને હેમંત દેસાઈને આ પ્રકરણે આરોપી કરવાની તેમ જ તેમના પર કેસ ચલાવવાની માગણી કેસના પહેલાંની વિશે, સરકારી વકીલ ધીરજ મિરજકરે કરી હતી.

એ પછી તેમને અચાનક એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. ખ્વાજાની માતાએ આ ચુકાદા વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કર્યા બાદ આ પ્રકરણે નવા વિશેષ સરકારી વકીલની નિયુક્તી કરવામાં આવી છે. ભોસલે સહિત ચાર પોલીસને આરોપી કરવા બાબતે અને તેમના પર કેસ ચલાવવાની માગણી કરતી મિરજકરે કરેલી અરજી પાછી ખેંચવામાં આવી રહી હોવાનું વિશેષ સરકારી વકીલ પ્રદીપ ઘરત તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું.

તેમ જ એ માટેની અરજી કોર્ટમાં કરી હતી. આ આરોપીઓ પર કેસ ચલાવવાનું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે. તેથી અમે આ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા ઈચ્છીએ છીએ એમ તેમણે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે સરકારી પક્ષનું જણાવવું યોગ્ય ઠરાવીને ચાર પોલીસ પર કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી પાછી ખેંચવા સરકારને પરવાનગી આપી હતી.

ભોસલે સહિત બીજા ચાર પોલીસને પણ યુનુસને કસ્ટડીમાં હેરાન કર્યાનો આરોપ બોમ્બ વિસ્ફોટ પ્રકરણમાં આરોપી અને આ પ્રકરણમાં સાક્ષી ડો. મતીને સાક્ષી દરમિયાન કર્યો હતો. એ પછી મિરજકરે ચાર પોલીસને આરોપી કરવા બાબતની અરજી કોર્ટમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...