ભાસ્કર વિશેષ:મહારાષ્ટ્રમાં નિસર્ગ પર્યટન ગામ સંકલ્પ યોજના

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ મહાનગર પ્રદેશમાં મારંબળપાડાની પસંદગી: મેનગ્રોવ્ઝ સફારીને ઉત્તેજન મળશે

રાજ્યમાં ટાઈગર સફારી માટે આવતા પર્યટકોને રહેવાની સગવડ થાય અને જંગલ નજીકના ગામવાસીઓને પર્યટકો દ્વારા આવક મળે એ માટે વન નિવાસ એટલે કે હોમ સ્ટેની સંકલ્પના અમલમાં મૂકાઈ. એ જ પ્રમાણે રાજ્યમાં મેનગ્રોવ્ઝ સફારીને ઉત્તેજન આપવા નિસર્ગ પર્યટન ગામની સંકલ્પના અમલમાં મૂકવામાં આવશે. રાજ્યના મેનગ્રોવ્ઝ કક્ષે મુંબઈ મહાનગર પ્રદેશમાં મારંબળપાડાની પસંદગી કરી છે.

મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડની માલિકીની જગ્યા પર આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. એના માટે મંડળે ના હરકત પ્રમાણપત્ર આપ્યું છે. કિનારાપટ્ટી વિનિયમન ક્ષેત્ર અંતર્ગત આ જગ્યા હોવાથી આ પરિસરમાં મેનગ્રોવ્ઝનું કોઈ નુકસાન ન કરતા 3 કન્ટેનરના માધ્યમથી આ કેન્દ્ર બાંધવામાં આવ્યું છે. આ કેન્દ્રને યોગ્ય વાડ અને સીસી ટીવી કેમેરાની સુવિધા છે. આ કેન્દ્રનો ખર્ચ લગભગ 45 લાખ રૂપિયા છે. એમાં ઈનરવ્હિલ ક્લબના 15 લાખ રૂપિયાનું યોગદાન છે. બાકીનું ભંડોળ મેનગ્રોવ્ઝ કક્ષ અંતર્ગતના મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાન તરફથી આપવામાં આવ્યું છે. નિસર્ગ પર્યટન ગામ માટે 10 લાખ રૂપિયાની બોટ ખરીદવામાં આવી છે અને એને ઈન્દ્રાયણી નામ આપવામાં આવ્યું છે.

આ બોટનું સંચાલન ગામવાસીઓ દ્વારા કરવામાં આવશે. આ 12 સીટવાળી બોટ દ્વારા પર્યટકોને મેનગ્રોવ્ઝની સરસ ઝલક જોવા મળશે. આ ર્બોટ મેનગ્રોવ્ઝ સંવર્ધન અને આવક નિર્માણ યોજના અંતર્ગત ખરીદવામાં આવી છે. એમાં 1 લાખ રૂપિયા ગ્રુપના સભ્યોએ અને 9 લાખ રૂપિયા મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાન તરફથી આપવામાં આવ્યા છે.

અહીં મુલાકાત લેનારા માટે સ્થાનિક લોકો અને તેમની સંસ્કૃતિ, મેનગ્રોવ્ઝ અને જૈવવિવિધતા બાબતની માહિતી આકર્ષક પદ્ધતિથી રજૂઆત કરેલા પ્રદર્શનમાં જોવા મળશે. આ કેન્દ્રના વિકાસના લીધે મારંબળપાડામાં ઈકો ટુરિઝમને ઉત્તેજન મળશે. સ્થાનિકો માટે આવક ઊભી કરવામાં આ કેન્દ્ર ઉપયોગી થશે. આ કેન્દ્રના કારણે સ્થાનિક લોકોને મેનગ્રોવ્ઝ સંવર્ધનમાં સહભાગ વધારવા પ્રોત્સાહન મળશે એમ મેનગ્રોવ્ઝ કક્ષના અતિરિક્ત મુખ્ય વનસંરક્ષક વિરેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું. મેનગ્રોવ્ઝનું મૂલ્ય અને મહત્વ સમજાયા પછી સ્થાનિકોએ ઈંધણ અને લાકડા માટે મેનગ્રોવ્ઝ તોડવા બંધ કર્યા. પરિણામે આ ગામમાં સારી જૈવવિવિધતા સહિત સમૃદ્ધ મેનગ્રોવ્ઝ વિકસિત થયા એમ મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાનના સહાયક સંચાલક (નિસર્ગ પર્યટન) વંદન ઝવેરીએ જણાવ્યું હતું.

અહીં શું જોવા મળશે?
આસપાસ નિરીક્ષણ કરવા માટે છત પરની ડેક આ કેન્દ્રની ખાસિયત છે. આ ડેક પરથી મારંબળપાડાનું 360 ડિગ્રીવાળું દશ્ય જોવા મળશે એમ મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાનના પર્યાવરણ શાસ્ત્રજ્ઞ અને ઉપસંચાલક (પ્રકલ્પ) ડો. શીતલ પાચપાંડેએ જણાવ્યું હતું. મેનગ્રોવ્ઝ નિસર્ગ પર્યટન અંતર્ગત મેનગ્રોવ્ઝ અને દરિયાઈ જૈવવિવિધતા પરિચય કેન્દ્ર અનેક ઉપક્રમ માટે મોકાનું ઠેકાણું બનશે. અહીં મુલાકાત લેનારાઓ માટે બોટની સફર, કુદરતમાં રખડપટ્ટી, મેનગ્રોવ્ઝ પક્ષી નિરીક્ષણ, ટાપુની મુલાકાત જેવા અનેક ઉપક્રમ વિરાર પરિસરમાં ઉપલબ્ધ હશે.

અન્ય સમાચારો પણ છે...