• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • New Revelation In The Special Court Indictment Filed By M NCB For Riya Buying Drugs From Her Brother And Others And Giving Them To Sushant

રહસ્યમય મૃત્યુ કેસ:રિયા તેના ભાઈ અને અન્યો પાસે ડ્રગ્સ ખરીદીને સુશાંતને આપતીM NCBએ વિશેષ કોર્ટમાં નોંધાવેલા આરોપનામામાં નવો ખુલાસો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુની તપાસમાંથી બહાર આવેલા ડ્રગ્સનાં પાસાંની તપાસ કરનારી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા વિશેષ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપનામામાં નવો ખુલાસો કર્યો છે. અભિનેત્રી અને સુશાંતની ફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પોતાના ભાઈ શોવિક અને અન્ય આરોપીઓ પાસેથી અનેક વાર ડ્રગ્સ ખરીદી કર્યું હતું અને તે સુશાંતને આપતી હતી, એવો આરોપ એનસીબીએ મૂક્યો છે.

વિશેષ એનડીપીએસ કોર્ટમાં એનસીબી દ્વારા ગયા મહિને 35 આરોપીઓ સામે ડ્રાફ્ટ ચાર્જીસ દાખલ કર્યા હતા, જેની વિગતો મંગળવારે ઉપલબ્ધ થઈ હતી. આ પ્રકરણના બધા આરોપીઓએ 2020માં માર્ચ અને ડિસેમ્બર વચ્ચે હાઈ સોસાયટી અને બોલીવૂડમાં ડ્રગ્સ પ્રાપ્ત, ખરીદી, વેચાણ અને વિતરણ કરવા માટે એકબીજા સાથે અથવા સમૂહમાં ફોજદારી કાવતરું કર્યું હતું.

આરોપીઓએ મુંબઈ મહાનગર પ્રદેશમાં પ્રમાણિત લાઈસન્સ, પરમિટ અથવા અધિકૃતિ વિના ગાંજા, ચરસ, કોકેઈન અને અન્ય નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસનો ઉપભોગ કર્યો હતો અને ડ્રગની હેરાફેરી કરવા માટે ફાઈનાન્સ કર્યું હતું.આથી તેમની સામે કલમ 27 અને 27-એ (અનધિકૃત રીતે હેરાફેરી કરવા ફાઈનાન્સિંગ અને ગુનેગારોને છાવરવા), કલમ 28 (ગુનો કરવાના પ્રયાસ માટે સજા), કલમ 29 (ફોજદારી કાવતરું કરે અથવા તેનો હિસ્સો બને) સહિત એનડીપીએસની સુસંગત જોગવાઈઓ હેઠળ આરોપ ઘડવામાં આવ્યા છે.

હવે ટ્રાયલ શરૂ થશે
ડ્રાફ્ટ ચાર્જ દાખલ કરવા પર આરોપ ઘડવાની પ્રક્રિયાનો માર્ગ મોકળો બને છે, જે પછી ટ્રાયલ શરૂ થશે. જોકે આરોપ ઘડવા પૂર્વે આરોપીઓની આ કેસમાંથી ડિસ્ચાર્જ આપવા કરેલી અરજીનો ફેંસલો કરવો પડશે. હમણાં સુધી ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ સહિત ચાર જણે ડિસ્ચાર્જ માટે અરજી કરી છે. પ્રસાદે અરજીમાં દાવો કર્યો છે કે તે નિર્દોષછે અને તેની સામે એનસીબી પાસે કોઈ પ્રથમદર્શી સામગ્રી નથી.

અન્ય સમાચારો પણ છે...