રાહત:વસઈ–મુંબઈમાં દરિયાકિનારે વિકસતું નવું રહેણાક કેન્દ્ર: વધુ ગીચતાથી રાહત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈનું પ્રોપર્ટી બજાર સમયની સાથે પરિવર્તનમાં પસાર થઈ રહ્યું છે અને મહામારી પછી જીવનશૈલીના લક્ષ્યાંકો સાથે લોકો તેમના ઘરની ખરીદી માટેના માપદંડોનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યાં છે. મુંબઈ અને થાણેના મુખ્ય વિસ્તારો અતિ ગીચ થઈ જવાથી પ્રોપર્ટી માટેની પસંદગીઓ પશ્ચિમી પરાં વિસ્તારો અને એની આસપાસના વિસ્તારોમાં તરફ વધી રહી છે.

વર્ષોથી વસઈ એના સુંદર દરિયાકિનારા, પોર્ટુગલની સંસ્થાનવાદી અસર અને હરિયાળી માટે લોકપ્રિય છે. લોકો પ્રકૃતિના ખોળામાં જીવનને પુનઃ માણવા આતુર છે અને સાથે સાથે શાંતિથી અવરજવર સાથે શહેરી જીવનશૈલી અને સુખસુવિધાથી સંપન્ન જીવવા ઇચ્છે છે. તેઓ આ દરિયાકિનારે વસેલા વિસ્તાર તરફ આકર્ષિત થઈ રહ્યાં છે.

સામાન્ય રીતે દરિયાકિનારાની નિકટતા ધરાવતા રહેણાક પ્રોજેક્ટ મહાનગરના અન્ય વિસ્તારોની સરખામણીમાં ઊંચી કિંમત ધરાવે છે. આ દરિયાકિનારે વસેલા મહાનગરના કોલાબા, મલબાર હિલ, નેપિયન સી રોડ અને વર્સોવા જેવા અન્ય દરિયાકિનારાના વિસ્તારોની સરખામણીમાં વસઈ વાજબી કિંમત ધરાવતા મકાનના વિકલ્પો (80થી 90 ટકા ઓછી કિંમત) ઓફર કરે છે.

આસપાસ હરિયાળી સાથે દરિયાકિનારાની સીધી સુલભતા ગ્રાહકો માટે વાજબી કિંમતે વૈભવી જીવનનો લાભ આપે છે. મુંબઈ આશરે 150 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને આ કિનારાઓ પર વસેલા વિસ્તારો રહેવાસીઓના જીવનધોરણની ગુણવત્તા વધારે છે.

માગ-પુરવઠાની સ્થિતિ : વર્ષોથી વસઈ રહેણાક બજારે મકાનના આકાંક્ષી ગ્રાહકો દ્વારા સંચાલિત હોટસ્પોટ બનવા હરણફાળ ભરી રહ્યાં છે. તાજેતરમાં વસઈ પર પ્રસ્તુત થયેલા એનરોક રિપોર્ટ મુજબ, મકાન ખરીદવા ઇચ્છતાં ગ્રાહકો વચ્ચે 2 અને 3 બીએચકેનો હિસ્સો વર્ષ 2021માં વધીને 50 ટકા થયો છે, જે વર્ષ 2017માં 41 ટકા હતો.

મકાનના ગ્રાહકોની પસંદગી વસઈમાં નાની-સાઇઝના એપાર્ટમેન્ટમાંથી મોટી-સાઇઝના એપાર્ટમેન્ટ તરફ વળી છે. જ્યારે વિલા/રો હાઉસ કલ્ચર જૂના સમયના પોર્ટુગીઝ કલ્ચર – અ લા ગોવાના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે, ત્યારે સ્થાનિકો ધીમે ધીમે સારી ખાસિયતો અને સર્વાંગી જીવન માટે સુવિધાઓ પ્રદાન કરતા એપાર્ટમેન્ટ તરફ વળી રહ્યા છે.

લાભદાયક રોકાણની તક
વસઈમાં, ખાસ કરીને પશ્ચિમમાં, મૂડીનું મૂલ્ય છેલ્લાં છ વર્ષમાં 13 ટકા સુધી વધ્યું છે. અત્યારે વસઈમાં પ્રોજેક્ટના લોકેશન, ડેવલપરની પ્રોફાઇલ, સુવિધાઓ અને ખાસિયતોને આધારે કાર્પેટ એરિયા પર પ્રોપર્ટીની કિંમત ચોરસ ફૂટદીઠ રૂ. 8,200થી રૂ. 11,900 વચ્ચે છે. વર્ષ 2015થી વર્ષ 2021 વચ્ચે વસઈમાં લોંચ થયેલા 9890 યુનિટમાંથી 8610 યુનિટનું વેચાણ થયું હતું.

આ જ ગાળામાં આસપાસના પશ્ચિમ પરાં વિસ્તારોમાં કુલ યુનિટના આશરે 31 ટકા નવા લોંચ થયેલા યુનિટ છે, તો વેચાણ 20 ટકા હિસ્સો ધરાવે છે. લોંચ થયેલા દર 100 યુનિટમાંથી અંદાજે 87 યુનિટનું વેચાણ થયું હતું, જે 0.87ના સપ્લાય રેશિયોમાં ઊંચા વેચાણનો સંકેત છે એવું વસઈ પર એનરોક રિપોર્ટ – એપ્રિલ, 2022માં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...