કોરોના અપડેટ:અંધેરી, ગ્રાન્ટ રોડ, બાન્દરા કોરોનાના નવા હોટસ્પોટ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ સોસાયટીમાં સંક્રમિતોની સંખ્યા વધી છે

મુંબઈમાં દરરોજ નોંધાતા કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 900ને પાર કરી ચૂકી છે. અંધેરી પશ્ચિમ, ગ્રાન્ટ રોડ અને બાન્દરા પશ્ચિમમાં સૌથી દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેથી હાઈ સોસાયટી કોરોનાના નવા હોટસ્પોટ બની રહ્યા હોવાથી મહાપાલિકા સમક્ષ પડકારમાં વધારો થયો છે. અત્યારે અંધેરી પશ્ચિમમાં સૌથી વધુ 584 સક્રિય દર્દીઓ છે. ગ્રાન્ટ રોડમાં 397 અને બાન્દરા પશ્ચિમમાં 346 સક્રિય દર્દીઓ છે.

મુંબઈમાં એપ્રિલમાં કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી હતી. એમાં રોજિંદા દર્દીઓની સંખ્યા 35 સુધી નીચે આવી હતી. જો કે હવે કોરોનાના દર્દીઓનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ખાસ વાતે એટલે ઉચ્ચભ્રુ વસતિમાં દર્દીઓ વધી રહ્યા છે. અંધેરી પશ્ચિમમાં સૌથી વધારે દર્દીઓની નોંધ થઈ છે. કોરોના શરૂ થયો ત્યારથી અંધેરી પશ્ચિમમાં 91 હજાર 25 દર્દીઓ નોંધાયા છે. એમાં 1 હજાર 40 જણના મૃત્યુ થયા છે. એ પછી કે પૂર્વ વોર્ડ એટલે કે અંધેરી પૂર્વમાં 68 હજાર 442 કોરોનાગ્રસ્તોની નોંધ થઈ છે જેમાં સૌથી વધારે 1 હજાર 575 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

ડી વોર્ડ એટલે કે ગ્રાન્ટ રોડ પરિસરમાં અત્યાર સુધી 49 હજાર 920 દર્દીઓ મળ્યા છે અને 802 જણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાન્દરા પશ્ચિમમાં 50 હજાર 979 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 643 દર્દીઓના મૃત્યુ થયા છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે દર્દીઓના બમણા થવાના સમયગાળો પણ ઝડપથી ઘટી રહ્યો છે. 20 મેના મુંબઈમાં દર્દીઓ બમણા થવાનો સમયગાળો 4 હજાર 433 દિવસ હતો જેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈને અત્યારે આ સમયગાળો 1 હજાર 204 દિવસ પર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...