ભાસ્કર વિશેષ:મહારાષ્ટ્ર નેચર પાર્કમાં પતંગિયાઓ માટે નવો બાગ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂલોમાંથી રસ આપતી વનસ્પતિઓની સંખ્યા વધારવા પર ભાર મૂકાયો

ધારાવીમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ, પક્ષીઓથી શોભતા નેચર પાર્કમાં હવે પતંગિયાઓ માટે જુદો બાગ તૈયાર કરવામાં આવશે. આ ભાગમાં પંતગિયાની 85થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પતંગિયાઓ માટે યોગ્ય રસ આપતી વનસ્પતિનું વાવેતર કરવા માટે અગ્રતા આપવામાં આવી રહી છે. ધારાવીમાં મીઠી નદીના કિનારે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ સંચાલિત મહારાષ્ટ્ર નેચર પાર્ક 1994થી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ જગ્યા પહેલાં ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. ત્યાં નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્યાનમાં આખા વર્ષમાં પંતગિયાની 85થી પ્રજાતિઓ જોવા મળતી હતી. જો કે હંમણાં થોડા સમયથી આ આંકડો 40 થયો છે. દાપોલી ખાતેની બોટનીકલ કોલેજના વિદ્યાર્થીએ જુલાઈ 2022માં કરેલા અભ્યાસમાં પતંગિયાઓની 25 પ્રજાતિની નોંધ કરી હતી. આ પરિસરમાં પતંગિયાઓની સંખ્યા વધારવા માટે પતંગિયાઓના ખાદ્યપદાર્થવાળી વનસ્પતિ, ફૂલોમાં રસ હોય એવી વનસ્પતિનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે ઉદ્યાનમાં ચંપો, સીતાફળ, મીઠો લીમડો, બેલ, લીંબુ, નારિયેળ, કેળા, બાંબુ, પેરુ જેવા વિવિધ ઝાડ છે.

એ સાથે જ સ્ટાર ક્લસ્ટર, મોગલી, એક્સોરા કોક્સીનિયા, સદાફુલી, ઈક્સોરા, તુલસી, જાસવંતી જેવી ફૂલોમાં રસ ધરાવતી વનસ્પતિનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેથી પતંગિયાઓની પ્રજાતિમાં વધારો થશે એવો વિશ્વાસ ઉદ્યાનના અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. નેચર પાર્કમાં જોવા મળતી પતંગિયાઓની પ્રજાતિ : બલૂ મોરમોન, કોમન પામફ્લાય, પ્લેન ટાઈગર, બ્લૂ ટાઈગર, સ્ટ્રીપ્ડ ટાઈગર, કોમન મોરમોન, ચોકલેટ પેન્સી, રેડ પિયોરેટ, ટાઉની કોસ્ટર, લાઈમ બટરફ્લાય જેવી પ્રજાતિઓ જુલાઈમાં કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળી હતી.

એ સાથે જ ઉદ્યાનમાં પંતગિયાઓની પ્રજાતિમાં વધારો થાય એ માટે ફૂલોમાં રસ ધરાવતી અને પતંગિયાઓના ખાદ્યપદાર્થવાળી વનસ્પતિનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. તેથી આગામી સમયમાં પાર્કમાં પતંગિયાઓની પ્રજાતિની સંખ્યા વધે એવી આશા છે એમ મહારાષ્ટ્ર નેચર પાર્કના સહાયક કાર્યક્રમ અધિકારી યુવરાજ પાટીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...