ચૂંટણી:શિવસેનાના ચૂંટણી ચિહ્ન માટે શિંદે જૂથની નવી અરજી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શિંદે જૂથે કહ્યું કે, નવેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈ મુલાકાત પછી, રાજ્યમાં શાસક શિંદે જૂથ આક્રમક થઈ ગયું છે અને ચૂંટણી ચિહન જીતવા માટે ઝડપી પ્રયાસો શરૂ કર્યા છે. મંગળવારે શિંદે જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે ચૂંટણી ચિહનને લઈને ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી ટાળવી જોઈએ નહીં, કારણ કે, નવેમ્બરમાં મુંબઇ મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે.

શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ઉકેલની રાહ જોતો હોવા છતાં, શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિહન “ધનુષ્ય બાણ’ પર દાવો કરીને મૂળ શિવસેના અમારી છે, એવો દાવો કર્યો છે. તે માટે તેણે ચૂંટણી પંચને અરજી પણ કરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ચૂંટણી પંચે કોઈ નક્કર નિર્ણય ન આપવો જોઈએ.

ચૂંટણી પંચે શિંદે જૂથ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને દસ્તાવેજો જમા કરાવવા કહ્યું હતું. આ સંદર્ભે પંચે શિવસેનાને સપ્ટેમ્બરના અંત સુધીની સમયમર્યાદા આપી છે. મંગળવારે, શિંદે જૂથ વતી, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી જેમાં ચૂંટણી પંચની સુનાવણી ચાલુ રાખવા વિનંતી કરી હતી.

અરજીમાં શિંદે જૂથે મુદ્દો ઉઠાવ્યો છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. વધુમાં, અંધેરી-પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના અવસાનને કારણે આ મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...