મિની ટ્રેન દોડતી થશે:નેરલ-માથેરાન મિની ટ્રેન ટૂંક સમયમાં ફરીથી દોડતી થઇ જશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટા સહિત અન્ય રિપેરીંગના કામ પૂરા થતા પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું

માથેરાન આવતા પર્યટકો માટે આકર્ષણ નેરલ-માથેરાન મિની ટ્રેન ટૂંક સમયમાં ફરીથી પાટે દોડતી થશે. આ માર્ગના પાટા સહિત બીજા કામ પૂરા કરવામાં આવ્યા છે. એ પછી ગુરુવારથી ટ્રેનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પછી મિની ટ્રેન દોડશે. 2019માં થયેલી અતિવૃષ્ટિના કારણે નેરલ અને માથેરાનના ડુંગરાળ ભાગમાંથી જતા પાટાનું ઘણું નુકસાન થયું હતું.

પાટા નીચેથી મોટા પ્રમાણમાં ખડી વહી ગઈ હતી. તેથી નેરલથી માથેરાન મિની ટ્રેનનો રૂટ બંધ કરવામાં આવ્યો હતો. એના લીધે પર્યટકોની હેરાનગતિ થતી હતી. સ્થાનિકોએ પણ નેરલથી માથેરાન જવા અમન લોજ સુધી ટેક્સી અને એ પછી પગપાળા જવું પડતું હતું. નેરલથી માથેરાન માર્ગમાં હવે નવા પાટા, ખડી તેમ જ બીજા કામ કરવામાં આવ્યા છે. નેરલથી અમન લોજ માર્ગમાં 20 કિલોમીટરના નવા પાટાના કામ કરવામાં આવ્યા. અકસ્માત ન થાય એ માટે પાટાની બંને બાજુએ ઉપાયયોજના કરવામાં આવી છે.

આ કામ પૂરા થતા જ ગુરુવારથી નેરલથી માથેરાન માર્ગ પર મિની ટ્રેનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેથી મિની ટ્રેન ટૂંક સમયમાં પર્યટકો માટે શરૂ થશે એવી માહિતી મધ્ય રેલવે તરફથી આપવામાં આવી હતી. અત્યારે માથેરાનથી અમન લોજ શટલ સેવા ચાલુ છે. આ ફેરીને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...