તસ્કરની ધરપકડ:NCB દ્વારા ડ્રગ્સની જપ્તિ સાથે તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંતરરાજ્ય તસ્કરી મામલે 4 ડ્રગ તસ્કરની ધરપકડ અને 2 વાહન જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), મુંબઈએ આંતરરાજ્ય ડ્રગ હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 4 કરોડ રૂપિયાની કિંમતના 190 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજાનું કન્સાઈનમેન્ટ પકડી પાડ્યું છે, જે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યું હતું. એનસીબીએ ચાર ડ્રગ તસ્કરને પણ પકડ્યા છે અને ગાંજાના પરિવહન માટે ઉપયોગમાં લેવાતાં બે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, એમ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું હતું.

26 જુલાઈ અને 27 જુલાઈની વચ્ચેની રાત્રે ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજાનો જથ્થો મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જપ્ત કરવામાં આવ્યો હતો. ચાર તસ્કરો મુંબઈના રહેવાસી છે અને મુંબઈના વિવિધ ભાગોમાં ખાસ કરીને મુલુંડ અને ભાંડુપમાં ગાંજા અને અન્ય ડ્રગ્સનો પુરવઠો કરતા હતા. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી તસ્કરીમાં સક્રિય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

એનસીબીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા એક ઇનપુટ પ્રાપ્ત થયો હતો કે, ગાંજા આધારિત સિન્ડિકેટ આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિસ્તારમાંથી મેળવેલા કન્સાઇનમેન્ટની ડિલિવરી મેળવવાની તૈયારી કરી રહી છે. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ડ્રગ્સ પહોંચાડવા માટે સોંપાયેલી વ્યક્તિઓ વિશે ચોક્કસ વિગતો મેળવવામાં આવી હતી.

ત્યાર પછી અમુક હવામાન અને પૂર્વનિર્ધારિત પરિસ્થિતિઓને કારણે, ટૂંકી સૂચનામાં ડ્રગ્સ તસ્કરોની હિલચાલ પર નજર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તદનુસાર, એનસીબી- મુંબઈની ફિલ્ડ ઓપરેશનલ ટીમે મળેલી માહિતી મુજબના માર્ગો તરફ પ્રયાણ કર્યું અને છટકું ગોઠવ્યું હતું. નિયત સમયે, તસ્કરોને રંગેહાથ ઝડપવા માટે ટ્રેસ કરવામાં આવ્યા હતા અને તેઓ થાણેના ભિવંડી સ્થિત અર્જુનાલી ટોલ પ્લાઝા, પડઘા તરફ આગળ વધી રહ્યા હતા.

પાંચ વર્ષથી ડ્રગ્સની હેરાફેરી
ઘાવટેએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ભૂતકાળમાં પણ ડ્રગ્સની હેરાફેરીમાં તેમની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. તેઓ અનુભવી તસ્કરો છે, અને લગભગ પાંચ વર્ષથી ગેરકાયદેસર ડ્રગ હેરફેરના ધંધામાં છે. તેઓ એજન્સીના રડારમાં હતા અને વારંવાર મોબાઈલ ફોન બદલવા જેવા દાવપેચને લીધે બચી ગયા હતા, અને આવા માલસામાનની ડિલિવરી માટે એક કરતા વધુ વખત વાહનનો ઉપયોગ ન કરવાની તરકીબ અપનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...