નૌકાદળના એક નાવિકનું યુદ્ધજહાજ રહસ્યમય રીતે મોત થયું છે. તેની રાઈફલમાંથી ગોળી લાગી છે. જોકે કોલાબા પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આથી અમે મૃત્યુનું કારણ શોધવા માટે તપાસ કરી રહ્યા છીએ. બીજી બાજુ નૌકાદળ દ્વારા પણ આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.25 વર્ષીય હેપ્પી સિંહ તોમર નૌકાદળમાં નાવિક તરીકે ફરજ બજાવતો હતો. શનિવારે જહાજ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી હોવાનું જણાયું હતું. નૌકાદળના યુદ્ધજહાજ પર આ ઘટના બની હતી.
કોલાબા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. વળી, તોમરનાં લગ્ન હજુ બે વર્ષ પૂર્વે જ થયાં છે. આથી આ મૃત્યુ પાછળ કોઈ રમત રમાઈ નથી ને તેની તપાસ કરી રહ્યા છીએ.તોમરનો મૃતદેહ જહાજના એકાંતવાળા કમ્પાર્ટમેન્ટમાં મળી આવ્યો હતો. મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે. નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.