ભાસ્કર વિશેષ:ઉપનગરીય રેલવેમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં ફિલ્ડ સર્વે પૂરું થતા ટૂંક સમયમાં ટેંડર જારી કરી દેવામાં આવશે

પ્રવાસના સમયમાં બચત થાય તથા ટિકિટ કે પાસ કઢાવતા રોકડનો વ્યવહાર ટાળી શકાય એ માટે મુંબઈ રેલવે વિકાસ મહામંડળ, મધ્ય અને પશ્ચિમ રેલવેની મદદથી એક જ સામાન્ય કાર્ડ એટલે કે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એના માટે નિમવામાં આવેલી સલાહકાર કંપનીએ ફિલ્ડ સર્વે પૂરું કર્યું છે અને ટૂંક સમયમાં ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે એવી માહિતી એમઆરવીસીના અધિકારીએ આપી હતી.

બેસ્ટ ઉપક્રમે પણ પ્રવાસીઓ માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ઉપલબ્ધ કરી આપ્યું છે. આ કાર્ડ પરથી ટિકિટના રૂપિયા ચુકવીને પ્રવાસી બેસ્ટ સાથે જ મેટ્રો, રેલવેથી પણ પ્રવાસ કરી શકે છે. દેશમાં આ કાર્ડની સુવિધાવાળી બસ, મેટ્રો અને બીજી પરિવહન સેવા દ્વારા પ્રવાસ કરવા પ્રવાસીઓ બેસ્ટના કાર્ડનો ઉપયોગ કરી શકશે. અત્યારે મુંબઈ ઉપનગરીય રેલવેમાં આ સુવિધા નથી. એની અમલબજાવણી એમઆરવીસી, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે તરફથી કરવામાં આવશે. ભારત સરકારના એક રાષ્ટ્ર, એક કાર્ડ ઉપક્રમ અનુસાર આ સંકલ્પના અમલમાં મૂકવામાં આવશે. ઉપનગરીય રેલવેમાં આ સુવિધાની અમલબજાવણી, નિયોજન માટે ટેકનિકલ અને આર્થિક સલાહકાર તરીકે એક સલાહકાર કંપનીની નિયુક્તી કરવામાં આવી છે. એમઆરવીસી, મધ્ય અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ સ્થાપવામાં આવી છે. અત્યારે સલાહકાર કંપનીએ ફિલ્ડ સર્વે પૂરું કર્યું છે.

એક જ કોમન કાર્ડ અને અત્યારની ટિકિટ યંત્રણાની સહિયારી અમલબજાવણીનું ધોરણ કેવું હોવું જોઈએ એના પર રેલવેની સંસ્થા સેંટર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને એના પછી ટેંડરની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે એવી માહિતી એમઆરવીસીના અધિકારીએ આપી હતી. ટિકિટ કે પાસ માટે રોકડા રૂપિયા આપતા પ્રવાસીઓ માટે અત્યારની યંત્રણા આગળ પણ ચાલુ રહેશે એમ એણે સ્પષ્ટ કર્યું હતું. મૂળભૂત યોજના અને ટેકનિકલ ઉપાય પ્રસ્તાવિત કરવામાં આવ્યા હોવાથી પશ્ચિમ અને મધ્ય રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

આગામી વર્ષે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન
આ યોજના અનુસાર તમામ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પર કાર્ડ રીડર લગાડવાની ચર્ચા કરવામાં આવી છે. પ્રવાસ કરનારાઓએ કાર્ડ રીડર પર કાર્ડ ટેપ કરવું પડશે, એ પછી ઈચ્છિત પ્રવાસની ટિકિટના રૂપિયા કાર્ડમાંથી બાદ થશે અને પ્રવાસીઓને ટિકિટ મળશે. પ્રવાસી પાસેની ટિકિટ તપાસ કરવા માટે ટીસીને જરૂરી ઉપકરણ આપવામાં આવશે. એક જ સામાન્ય કાર્ડની સુવિધા આગામી વર્ષમાં ઉપલબ્ધ કરી આપવાનો એમઆરવીસીનો પ્રયત્ન છે.

અન્ય સમાચારો પણ છે...