ભાસ્કર ન્યૂઝ. મુંબઈ નેશનલ એસોસિયેશન ઓફ રિયાલ્ટર્સ (એનએઆર) - ઈન્ડિયાની છઠ્ઠી વાર્ષિક એનએઆર ઈન્ડિયા ઓલિમ્પિયાડનું મુંબઈમાં આયોજન કરાયું હતું. સાંસદ ગોપાલ શેટ્ટીને હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ સમયે સંસ્થાના અધ્યક્ષ સમીર અરોરા, રવિ વર્મા હાજર હતા. સ્થાવર માલમતા ક્ષેત્રના સર્વ હિસ્સાધારકો માટેની આ ઓલિમ્પિયાડ 11 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો છે.
ત્રણ દિવસના આ મહોત્સવમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિંટન, કેરમ વગેરે રમતની સ્પર્ધા થશે. સ્થાવર માલમતા ક્ષેત્રના સર્વ ઉપસ્થિત સભ્યો આ સ્પર્ધામાં પોતાની કુશળતા બતાવશે. સમીર અરોરાએ જણાવ્યું હતું કે જે ટીમ એકત્ર કામ કરે તે ઉત્તમ કામગીરી બજાવે છે અને ઉત્તમ પરિણામો લાવી શકે છે. આથી ટીમ સ્પિરિટ વિકસિત કરવા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આવા રમતગમત ઉપક્રમનું આયોજન સમુદાયના કલ્યાણ માટે બહુ ઉપયોગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.