નવી દિલ્હીમાં શ્રદ્ધા વાલકરની હત્યા કરનારા લિવ-ઈન પાર્ટનર આફ્તાબ પૂનાવાલાને ફાંસી મળવી જોઈએ, એવી માગણી શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે શુક્રવારે કરી હતી. પરિવાર ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યો હતો. આ વર્ષે મેમાં દક્ષિણ દિલ્હીમાં મેહરૌલી ખાતે આફ્તાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કર્યા પછી લાશને ત્રણ સપ્તાહ સુધી ઘરના 300 લિટરના ફ્રિજમાં મૂકી હતી, જે પછી 35 ટુકડા કરીને નજીકના જંગલોમાં અલગ અલગ દિવસે જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા.
આફ્તાબને ફાંસી આપવી જોઈએ. તેના સહિત આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે કડક હાથે કામ લેવું જોઈએ, એમ વિકાસ વાલકરે શુક્રવારે રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા પછી જણાવ્યું હતું. વસઈ, નાલાસોપારા અને તુલીંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શ્રદ્ધાની ફરિયાદ પર તપાસમાં વિલંબ કર્યો તે માટે તપાસ હાથ ધરવી જોઈએ.
જો તેમણે તુરંત પગલાં લીધાં હોત તો કદાચ મારી પુત્રી હાલમાં જીવિત હોત અથવા પુરાવા મળ્યા હોત, એમ તેમણે ણાવ્યું હતું.શ્રદ્ધાએ નવેમ્બર 2020માં તુલીંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેણે જણાવ્યું કે આફ્તાબ તેની સતામણી અને મારઝૂડ કરે છે. તેણે ગૂંગળાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેણે મને મારી નાખીને શરીરના ટુકડા કરીને ફેંકી દેવાની બીક બતાવે છે અને બ્લેકમેઈલ કરે છે. છેલ્લા છ મહિનાથી તે મારઝૂડ કરે છે.
જોકે તે મારી નાખવાની ધમકી આપતો હોવાથી પોલીસ પાસે જવાની હિંમત થતી નહોતી, એમ પણ પત્રમાં જણાવ્યું હતું.વિકાસે જણાવ્યું કે દિલ્હીના રાજ્યપાલ, દક્ષિણ દિલ્હીના ડીસીપી અને ફડણવીસે અમને ન્યાય આપવાની ખાતરી આપી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. વિકાસ વાલકર અને અન્ય કુટુંબીઓ સાથે ભાજપના નેતા કિરીટ સોમૈયા પણ હાજર હતા. વિકાસ વાલકરે જણાવ્યું કે દિલ્હી પોલીસ બરોબર તપાસ કરી રહી છે. જોકે શરૂઆતમાં વસઈ, નાલાસોપારા, તુલીંજ પોલીસે ઢીલ રાખી, જેને લીધે મને પણ ત્રાસ થયો હતો.
તેમણે ઢીલ શા માટે કરી તે અંગે તપાસ થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.આફ્તાબનું કૃત્ય ક્રૂર છે. તેને સજા થવી જ જોઈએ. આ સાથે તેના કુટુંબીઓની પણ તપાસ થવી જોઈએ. જો તેમની સંડોવણી હોય તો તેમને પણ સજા થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.