સજા:9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને ફાંસી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોક્સો અંતર્ગત આરોપીને બીજી વખત સજાની અનન્ય ઘટના

9 વર્ષની બાળકીનું અપહરણ કરીને એની સાથે દુષ્કર્મ કર્યા બાદ એની હત્યા કરવા પ્રકરણે દોષી 33 વર્ષના આરોપીને દિંડોશી ખાતેની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. દુષ્કર્મ અને હત્યાની આ ઘટના ચાર વર્ષ પહેલાં બની હતી. બાળક પર જાતીય અત્યાચાર પ્રતિબંધક કાયદા અંતર્ગત (પોક્સો) આરોપીને થયેલી આ બીજી સજા છે. દુષ્કર્મના પહેલાં ગુનામાં જેલની સજા ભોગવતા આરોપીએ જેલમાંથી છૂટીને આઠ મહિનામાં બીજી વખત ગુનો કર્યો હતો. સ્પેશિયલ કોર્ટના જજ એચ.સી. શેંડેએ ફાંસીની સજા સંભળાવેલ આરોપીનું નામ વડિવેલ ઉર્ફે ગુંડપ્પા ચિન્ના તંબી દેવેન્દ્ર છે.

આ જ કોર્ટે એક દિવસ પહેલાં સાકીનાકા ખાતે 32 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપ પ્રકરણે બીજા એક આરોપીને ફાંસીના સજા સંભળાવી હતી. કોર્ટે મંગળવારે દેવેન્દ્રને એના પરના તમામ આરોપમાં દોષી કરાર આપ્યો હતો. એ પછી એને શું સજા થવી જોઈએ એ બાબતે દલીલ કરવામાં આવી હતી. આરોપી સમાજ માટે જોખમ હોવાનું અને એણે કરેલા ગુનાનું સ્વરૂપ ધ્યાનમાં લેતા આ પ્રકરણને અનન્યા ઘટના માનવી. તેમ જ એને ફાંસીની સજા સંભળાવવાની માગણી સરકારે પક્ષે કરી હતી.

આરોપીને આ પહેલાં 2013માં 9 વર્ષની બાળકી સાથે જાતીય અત્યાચાર પ્રકરણે દોષી ઠરાવવામાં આવ્યો હતો. એને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. એનો સંદર્ભ આપતા સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા સંભળાવવાની માગણી કરી હતી. પહેલા ગુનામાં આરોપી જેલમાંથી વહેલો છૂટ્યો. પણ છૂટકારા બાદ આઠ મહિનામાં જ એણે એવો જ ગુનો બીજી વખત કર્યો. એને કાયદા અને સજાનો કોઈ ડર નથી એમ એની વર્તણુકમાં દેખાય છે.

એનામાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. ઉલટાનું આરોપી સમાજ માટે જોખમ છે અને એના માટે ફાંસીની સજા જ યોગ્ય હોવાનો સરકારી વકીલ તરફથી કરવામાં આવ્યો. આ પ્રકરણ પૂર્ણપણે પરિસ્થિતિજન્ય પુરાવાઓ પર આધારિત છે. આ પ્રકરણ અનન્ય નથી એવો દાવો કરીને આરોપીના વકીલે એને સજામાં દયા દર્શાવવાની માગણી કરી હતી. કોર્ટે આરોપીમાં કોઈ સુધારો થવો અશક્ય હોવાનું નોંધીને એને ફાંસીની સજા સંભળાવી હતી.

ગુનો દયાને પાત્ર નથી
આરોપી સમાજને લાગેલી ઉધઈ છે અને એનું કૃત્ય કોઈ પણ પ્રકારની દયા દેખાડવાને લાયક નથી. એને સજામાં દયા દર્શાવી તો એના કારણે પીડિતા જેવી બીજી સગીર છોકરીઓ, યુવતીઓનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. એને એણે કરેલા ગુનાનો પશ્ચાતાપ નથી. ઉલટાનું એણે જેલમાંથી છૂટીને એક વર્ષની અંદર જ પીડિતાનું અપહરણ કરીને એની સાથે દુષ્કર્મ કર્યું અને પછી એની હત્યા કરી. એણે જે ગુનો કર્યો છે એ દયાને પાત્ર નથી એમ કોર્ટે નોંધ્યું હતું.

ઘટના શું છે?
એપ્રિલ 2019માં એક સગીર છોકરી ઘર નજીકથી લાપતા થઈ હતી. એ પછી એના ઘરથી થોડા અંતરે આવેલા સાર્વજનિક શૌચાલયની સેફ્ટી ટેંકમાં એનો મૃતદેહ મળ્યો હતો. પરિસરના સીસી ટીવી કેમેરાનું રેકોર્ડિંગ અને બીજા પુરાવાઓના આધારે પોલીસે દેવેન્દ્રની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...