પ્રસ્તાવ:મુંબઈમાં ફિલ્મ, મનોરંજન વેરામાં વધારાનો મહાપાલિકાનો પ્રસ્તાવ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરની મંજૂરી માટે પ્રસ્તાવ મોકલાયો છે

મુંબઈ મહાપાલિકા આગામી વર્ષ માટે ફિલ્મ અને રંગમંચ માટેના મનોરંજન વેરામાં વધારો કરશે. વાસ્તવમાં દર વર્ષે મહાપાલિકા દ્વારા આ વેરામાં સુધારણા કરવામાં આવી છે. હાલમાં આ વેરામાં વધારાનો પ્રસ્તાવ કમિશનર ઈકબાલ સિંહ ચહલની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. કમિશનરની મંજૂરી પછી નવેસરથી કર આકારણી માટેની અમલબજાવણીની પ્રક્રિયા શરૂ થશે.કમિશનરની મંજૂરી પછી મહાપાલિકા પ્રશાસન જદ્વારા આ વેરાની વસૂલી બાબતે આગામી પ્રક્રિયા શરૂ કરશે. મુંબઈ મહાપાલિકાના અધિનિયમ અનુસાર આ દર નિશ્ચિત કરેલા દર કરતાં વધુ અમલમાં લાવી નહીં શકાય.

આથી જ નવા દરોનો પ્રસ્તાવ ટૂંક સમયમાં જ મહાપાલિકા દ્વારા મંજૂર થવાની શક્યતા છે.મહાપાલિકા દ્વારા ફિલ્મનાં થિયેટરો, નાટ્યગૃહ, સર્કસ જેવી બાબતો માટે મનોરંજન વેરો આકારવામાં આવે છે. આર્થિક વર્ષ 2015-16 માટે મનોરંજન વેરામાં 10 ટકા વધારાનો પ્રસ્તાવ મહાપાલિકાએ મંજૂર કર્યો હતો. મહાપાલિકાએ આ પ્રસ્તાવ નગર વિકાસની પરવાનગી મળ્યા પછી સંમત કર્યો હતો, પરંતુ છેલ્લાં થોડા વર્ષમાં કોરોનાને લીધે રાજ્ય સરકારે આ વેરા વસૂલી માટે પરવાનગી આપી નહોતી. આથી મહાપાલિકા હજુ પણ 2015-16ના વર્ષ અનુસાર જ મનોરંજન વેરો વસૂલ કરી રહી છે.

હવે મહાપાલિકાએ ફરી એક વાર આ પ્રસ્તાવનું ફોલો-અપ કરવાનું શરૂ કર્યું છે.મહાપાલિકાના પ્રસ્તાવ અનુસાર 2023થી 2024ના સમયગાળામાં શિડ્યુલ્ડ ગ્રુપ સીમાં જૂના દર અનુસાર થિયેટરનો કર નિશ્ચિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 2022-23માં મુંબઈમાં પ્રદર્શિત થયેલી મરાઠી, ગુજરાતી ફિલ્મ, મરાઠી નાટક, મોનોલોગ માટે છૂટ આપવામાં આવી હતી. આથી 2015ના આધારે સુધારિત દરપત્રકને મંજૂરી મળતાં નવા દર ટૂંક સમયમાં જ લાગુ થશે

અન્ય સમાચારો પણ છે...