શ્રીભુવનભાનુ માનસમંદિર શાહપુરતીર્થમાં ભક્તિયોગાચાર્ય આ.યશોવિજયસૂરિજી આદિ દ્ધિશતાધિક સાધુ - સાધ્વીજીની પાવન નિશ્રામાં મુમુક્ષુ હ્રીઁશ્રીકુમારીએ ૐકારવિરતિ મંડપમાં સેંકડો લોકોની સમક્ષ સદ્દગુરુને પ્રાર્થના કરતાં કહયું કે, ઓ ગુરુમૈયા ! મને રજોહરણ અર્પણ કરો, મારા રાગ - દ્રેષનું મુંડન કરો... મને શ્રમણનો વેશ આપો. મુમુક્ષુ હ્રીઁશ્રીકુમારી સાધ્વીશ્રી સિદ્ધસ્તવાશ્રીજી તરીકે જાહેર થયાં.
આ.યશોવિજયસૂરિજીએ કહયું કે, મુમુક્ષુ હ્રીઁશ્રીકુમારીને જોઈને ભક્તિમતિ મીરાંએ પ્રભુને કરેલ પ્રાર્થના યાદ આવી ગઈ. “સદા સેવા કરતી હું, સુમીરન ધ્યાનમેં ચિત્ત ધરતી હું, ભક્તિ મારગ દાસીકો દીખલાઓ, મીરાં કો સાચી દાસી બનાવો”... મીરાંએ જે પ્રાર્થના કરી તે જ પ્રાર્થના આજે મુમુક્ષુ કરી રહી છે. હે પ્રભુ ! શરીરના સ્તર ઉપર તારી સેવા કરીશ. મનમાં તારું સતત સ્મરણ ચાલશે.
મારા સાડાત્રણ કરોડ રૂંવાડામાં માત્રને માત્ર તું અને તું જ હોઈશ. મારે તે જ કરવાનું છે કે જે મારા પ્રભુએ કહયું છે. બોલવાનું પણ તારી આજ્ઞા પ્રમાણે, વિચારવાનું પણ તારી ઈચ્છા પ્રમાણે. આજ સુધીમાં કેન્દ્ર સ્થાને અહંકાર હતો અન પરિધિમાં અહઁ હતાં. આજથી હવે કેન્દ્ર સ્થાને અહઁ રહેશે. પરિધમાં સંસાર રહેશે.
પં.રાજરક્ષિતવિજયજીએ કહયું કે, વિશ્વશાન્તિનો મૂલાધાર વિરતિ છે. વિરતિના પ્રભાવથી સૂર્ય - ચંદ્ર સમયસર ઉગે છે. દરિયો મર્યાદામાં રહે છે. ધરતી પણ હલતી નથી. સાચા સાધુ બનાય તો સૌથી સારું. છેવટે વ્રતધારી શ્રાવક બનીને સાચા શ્રાવક બનવાનો દ્દઢ સંકલ્પ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.