આયોજન:એમયુએમએલ પણ વીજની સ્થિતિ સુધારવા માટે સુસજ્જ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • {પ્રગતિ પોર્ટલ થકી PMO દેખરેખ રાખશે

મુંબઈ મહાનગર પ્રદેશમાં વીજની સ્થિતિ નોંધપાત્ર રીતે સુધારવા માટે મુંબઈ ઊર્જા માર્ગ લિમિટેડ (એમયુએમએલ) પર પ્રગતિ પોર્ટલ થકી હવે પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય) દેખરેખ રાખશે. આથી એમયુએમએલનો અમલ થતાં જ નિયમિત સમીક્ષાને લીધે વીજ પ્રકલ્પો અંગેના મુખ્ય મુદ્દાઓનું તુરંત સમાધાન થશે અને વીજ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધી કાર્યરત થઈ જશે.

એમયુએમએલ મુંબઈમાં મહત્ત્વપૂર્ણ પાવર ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જે હવે પ્રગતિ પોર્ટલનો હિસ્સો બની ગયો છે. આ દેખરેખ મંચ થકી વડા પ્રધાન ખુદ વિડિયો કોન્ફરન્સિંગ થકી સંબંધિત હિસ્સાધારકો સાથે સીધા જ વાત કરીને રાષ્ટ્રીય મહત્ત્વના રાજ્ય અને કેન્દ્રીય પ્રકલ્પોના અમલ પર ધ્યાન રાખશે.

હાલમાં એમએમઆરમાં ટ્રાન્સમિશન નેટવર્ક અપૂરતું હોવાથી વીજની માગણી અને પુરવઠા વચ્ચે અંતર ઝડપથી વધી રહ્યું છે. જોકે એમયુએમએલ કાર્યરત થતાં જ એમએમઆર માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ થકી 2000 મેગાવેટથી વધુ વધારાની વીજ તે વહન કરી શકશે. પ્રગતિ પોર્ટલમાં તેનો સમાવેશ એમયુએમએલ પ્રોજેક્ટ માટે મોટી સિદ્ધિ છે, કારણ કે તેને કારણે મુખ્ય મુદ્દાઓનો તુરંત ઉકેલ આવશે અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં મદદ થશે, એમ પ્રોજેક્ટ ડાયરેક્ટર નિનાદ પિતળેએ જણાવ્યું હતું.

એમયુએમએલ આંતરરાજ્ય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ છે, જેને કેન્દ્રીય વીજ મંત્રાલયની માન્યતા છે. આ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો અમલ વેસ્ટર્ન રિજન સ્ટ્રેન્ધનિંગ સ્કીમના પેકેજ સીનો ભાગરૂપ અમલ કરાઈ રહ્યો છે. પ્રોજેક્ટ એમયુએમએલ દ્વારા અમલ કરાઈ રહ્યો છે, જે અગાઉ નાપી-2 નોર્થ લખીમપુર ટ્રાન્સમિશન તરીકે ઓળખાતી હતી.

જે સ્પેશિયલ પર્પઝ વેહિકલ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ માર્ગે જૂન 2020માં સ્ટરલાઈટ પાવર દ્વારા હસ્તક કરાયું હતું. પ્રોજેક્ટમાં ત્રણ મુખ્ય તત્ત્વો છે, જેમાં પડઘા- ખારઘર 400 કેવી ડી / સી ટ્રાન્સમિશન લાઈન, એલઆઈએલઓ પડઘા- નવી મુંબઈ 400 કેવી ડી / સી ટ્રાન્સમિશન લાઈન અને એલઆઈએલઓ આપ્ટા- કલવા / તલોજા 220 કેવી ટ્રાન્સમિશન લાઈનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...