વિવાદ:નુપૂર શર્માને હાજર થવા મુંબ્રા પોલીસનું ફરમાન

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શર્મા વિરુદ્ધ પાયધુની, પુણેમાં પણ ગુના દાખલ છે

પયગંબર મોહમ્મદ પર કરેલા વક્તવ્યને લીધે ભાજપનાં માજી પ્રવક્તા નુપૂર શર્માની મુશ્કેલીઓ વધી રહી છે. આ પ્રકરણે મુંબ્રા પોલીસે નુપૂરને સમન્સ બજાવ્યા છે અને 22 જૂનના રોજ તપાસ માટે હાજર રહેવા આદેશ આપ્યો છે.

નુપૂર વિરુદ્ધ મુંબઈમાં પાયધુની, થાણેમાં મુંબ્રા, અને પુણે ખાતે ગુના દાખલ કરવામાં આવ્યા છે.પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ વક્તવ્ય કરવાના આરોપ પરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં પ્રવક્તા નુપૂર અને તેમના કુટુંબીઓને સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય દિલ્હી પોલીસે લીધો છે. વિવાદાસ્પદ વિધાન પછી પોતાને અને પોતાના કુટુંબીઓને જાનથી ખતમ કરવાની ધમકી આપવામાં આવી રહી છે એવી ફરિયાદ નુપૂરે કરી હતી. તેની નોંધ લેતાં દિલ્હી પોલીસે તેમને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

વિવાદાસ્પદ વક્તવ્યને લીધે ભારત સાથે અખાતી દેશોમાંથી પણ તીવ્ર શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પછી મુંબઈ સહિત રાજ્યમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રઝા એકેડેમીની ફરિયાદ પરથી મુંબઈના પાયધુની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.દરમિયાન ભાજપનાં પ્રવક્તા નુપૂરે પયગંબર મોહમ્મદ પૈગંબર વિશે કરેલા વક્તવ્ય પ્રકરણે ભાજપે હાથ ઊંચા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...