આદેશ:મુંબઈને હવે વધારાનો 1 હજાર મેગાવોટ વીજ પૂરવઠો અપાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુડૂસથી આરે વીજ લાઈન નાખવાની પરવાનગીનો આદેશ જારી

મુંબઈને 1 હજાર મેગાવોટ વધારે વીજ આપવાની તૈયારી શરૂ થઈ છે. એના માટે કુડૂસથી આરે વીજ લાઈન નાખવામાં આવી રહી છે. આ લાઈનને પરવાનગી આપતો જીઆર ઉર્જા વિભાગે જારી કર્યો છે. અદાણી ઈલેકટ્રિસિટી તરફથી આ વીજ લાઈન નાખવામાં આવી રહી છે.

મુંબઈમાં વીજ લાઈનની ક્ષમતા મર્યાદિત હોવાથી એના પર અતિરિક્ત ભાર આવતા 12 ઓકટોબર 2020ના મુંબઈમાં વીજ ખંડિત થઈ હતી. આવી જ ગરબડ 27 ફેબ્રુઆરી 2022ના થઈ હતી. મુંબઈની વીજની માગ દર વર્ષે 5 ટકા વધતી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. આ સ્થિતમાં મુંબઈમાં વીજ લાવતી અતિરિક્ત લાઈન નાખવી એ જ વારંવાર વીજ ખંડિત થવા માટે ઉપાય છે. એ દષ્ટિએ કાઢવામાં આવેલ જીઆર મહત્વનો છે. 2011માં મુંબઈએ વીજ ખંડિત થવાનો સામનો કરવો પડ્યો હતો. એ પછી મુંબઈમાં અતિરિક્ત વીજ લાઈન જરૂરી હોવાની બાબત પ્રકાશમાં આવી.

શહેરની વીજ લાઈનની ક્ષમતા વધારવાની જરૂર જોતા સમિતિએ 2014-15 સુધી મુંબઈની વીજ માગ 4 હજાર મેગાવોટ સુધી પહોંચશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો. એ પછી મહારાષ્ટ્ર વિદ્યુત નિયામક આયોગે ખારઘર-વિક્રોલી 400 કેવી યોજના અને 1 હજાર મેગાવોટ ક્ષમતાની આરે-કુડૂસ વીજ લાઈનનું નિયોજન કર્યું. આરે-કુડૂસ પ્રકલ્પ રિલાયન્સ એનર્જીને આપવામાં આવ્યો હતો. એમાં કુડૂસથી આરે 80 કિલોમીટર અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વિવિધ કારણોસર વિલંબ થયો. એ પછી મુંબઈનો ઉપનગરીય વીજ વિતરણ વ્યવસાય રિલાયન્સ એડીએ ગ્રુપના રિલાયન્સ એનર્જી પાસેથી અદાણી ઈલેકટ્રિસિટી પાસે ગયો. તેથી હવે આ લાઈન અદાણી ઈલેકટ્રિસિટી દ્વારા નાખવામાં આવી રહી છે.

આ લાઈન નાખવા રાજ્ય સરકારે જીઆર દ્વારા મંજૂરી આપી છે. અદાણી ઈલેકટ્રિસિટીના પ્રવક્તા અનુસાર આ જીઆર પ્રકલ્પની વિવિધ મંજૂરીઓમાંથી એક છે. આ પ્રકલ્પની રચના અને એન્જિનિયરીંગ, ભૂસંપાદન, ખરીદી બાબતે ઝડપથી થઈ રહ્યું છે અને કંપની એ માટે બંધારણીય મંજૂરી માટે પ્રયત્ન કરે છે.

અન્ય સમાચારો પણ છે...