થાણે મહાપાલિકા તરફથી કોપરી પુલ નજીક નવા પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે મુંબઈ મહાપાલિકાની 2345 મિલીમીટર વ્યાસની મુંબઈ-2 પાઈપલાઈનને નુકસાન થતા મોટા પ્રમાણમાં પાણી ગળતર થઈ રહ્યું છે. મુંબઈ મહાપાલિકાએ આ પાઈપલાઈનના રિપેરીંગનું કામ 9 માર્ચના સવારના 10 વાગ્યાથી 11 માર્ચ સવારના 10 વાગ્યા સુધી કરવાનો નિર્ણય લીધો છે.
આ રિપેરીંગના કામના લીધે 9 માર્ચ સવારના 10 વાગ્યાથી 11 માર્ચ સવારના 10 વાગ્યા સુધી મુંબઈ શહેર વિભાગ અને પૂર્વ ઉપનગરોના કેટલાક પરિસરમાં 10 ટકા પાણીકપાત કરવામાં આવશે. નાગરિકોએ આગલા દિવસે જરૂરી પાણી ભરી રાખવું. તેમ જ કપાતના સમયગાળામાં પાણી કરકસરથી વાપરવું એવી હાકલ મુંબઈ મહાપાલિકા પ્રશાસને કરી છે.
મુંબઈ શહેર વિભાગમાં એ વોર્ડમાં બીપીટી, નૌકાદળ પરિસર, બી વોર્ડ સંપૂર્ણ પરિસર, ઈ વોર્ડ સંપૂર્ણ પરિસર, એફ-સાઉથ વોર્ડ સંપૂર્ણ પરિસર સહિત પૂર્વ ઉપનગરોમાં ટી વોર્ડ મુલુંડ પૂર્વ અને પશ્ચિમ, એસ વોર્ડમાં ભાંડુપ, નાહૂર, કાંજુરમાર્ગ, વિક્રોલી પૂર્વ પરિસર, એન વોર્ડમાં વિક્રોલી પૂર્વ, ઘાટકોપર પૂર્વ અને પશ્ચિમ, એલ વોર્ડમાં કુર્લા પૂર્વ, એમ વોર્ડમાં સંપૂર્ણ પરિસર અને એમ પશ્ચિમ વોર્ડમાં સંપૂર્ણ પરિસરમાં પાણીકપાત લાગુ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.