પ્રોજેક્ટને લીધે પનવેલમાં રિયાલ્ટી બૂસ્ટ મળ:ડિસેમ્બર 2023 સુધીમા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંન્ક પૂર્ણ થઈ જશે - ફડણવીસ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રોજેક્ટને લીધે પનવેલમાં રિયાલ્ટી બૂસ્ટ મળશે

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) પ્રોજેક્ટ ડિસેમ્બર 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે તે સાથે પનવેલ અને નવી મુંબઈની આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટને એક વિશાળ ઉત્તેજન જોવા મળવાનું છે, એમ ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રાજ્યનું બજેટ 2023 રજૂ કરતી વખતે જણાવ્યું હતું.

21.8 કિમી લાંબો એમટીએચએલ એક વાર પૂર્ણ થઇ જશે પછી ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ હશે અને તેના પરથી દરરોજ 70,000 વાહનોની અવરજવર થશે. તે મુંબઈમાં શિવરીને નવી મુંબઈમાં ચિર્લે સાથે જોડશે. તેને મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રીવે સાથે પણ જોડવામાં આવશે અને એલિવેટેડ કોરિડોર દ્વારા મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવશે.

તે નિર્માણાધીન નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી પણ પસાર થશે. પનવેલ પહોંચવામાં લગભગ 40 મિનિટનો સમય લાગશે અને તે જ સમયે કોઈ પશ્ચિમી પટ્ટામાં બાંદરા અથવા પૂર્વીય પટ્ટામાં સાયનને પાર કરી શકશે નહીં અને એમટીએચએલની બીજી બાજુની જમીનોની સરખામણીમાં આ પટ્ટાઓમાં કિંમતો 3 થી 4 ગણી રહેવાની શક્યતા છે.

એકવાર એમટીએચએલ ડિસેમ્બર 2023 સુધીમાં કાર્યરત થઈ જશે અને એરપોર્ટ ફાસ્ટ ટ્રેક પર હશે ત્યારે મિલકતોની કિંમતો આસમાને પહોંચશે અને પનવેલ અને નવી મુંબઈ પ્રદેશને મુંબઈ પછીના આગામી મોટા રિયાલ્ટી ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરશે. હાલમાં જ જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જાયકા)ના અધ્યક્ષ ડો. તનાકા અકિહિકોને એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર એસ વી આર શ્રીનિવાસને આ પ્રોજેક્ટની મુલાકાત કરાવી ત્યારે તેઓ પ્રગતિ જોઈને સંતુષ્ટ થયા હતા. આ ભારતનો મહત્ત્વાકાંક્ષી એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે.

30 વર્ષથી આ પ્રોજેક્ટ વિચારાધીન હતો. હવે સરકાર અને જાયકાની મદદથી તે સાકાર થઈ રહ્યો છે. છ લેનનો આ પુલ મુંબઈ શહેરને મુખ્ય ભૂભગ સાથે જોડનારું પ્રવેશદ્વાર બનશે. આ પ્રોજેક્ટ સાકાર થતાં મુંબઈ ટાપુઓનું શહેર નહીં રહેશે, એમ શ્રીનિવાસે જણાવ્યું હતું.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- રિસર્ચ, એડવાઈઝરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલ્યુએશન, ગુલામ ઝિયાના જણાવ્યા અનુસાર, “પનવેલ રિયલ એસ્ટેટ ભવિષ્યમાં ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે રોકાણની સારી તક પૂરી પાડે છે. મુંબઈ-પુણે હાઈવે અને સાયન-પનવેલ એક્સપ્રેસવે સાથે તેનીકનેક્ટિવિટી પહેલેથી અસ્તિત્વમાં હોવાને કારણે શહેરના અન્ય ભાગોમાં સરળતાથી મુસાફરી કરવાનું અનુકૂળ બન્યું છે.

આગામી પ્રોજેક્ટ્સમાંથી, બે સૌથી મહત્વના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ (MTHL). આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના વિચારના આધારે રિયલ એસ્ટેટનો ઘણો વિકાસ થયો છે.”એમટીએચએલ ઉપરાંત નવી મુંબઈમાં સંખ્યાબંધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ખારઘર બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, નવી મુંબઈ ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ, પનવેલ સાથે કર્જતને જોડતો 30 કિમી લાંબો ઉપનગરીય રેલ કોરિડોર, વગેરેનો સમાવેશ થાય છે.

એનારોક કોમર્શિયલના ચીફ બિઝનેસ ઓફિસર, બપ્પાદિત્ય બસુ કહે છે, “પનવેલ એવા લોકો માટે રોકાણની નોંધપાત્ર તક રજૂ કરે છે જેઓ તેમના જીવનની ગુણવત્તા વધારવા અને શહેરની વિકાસની સંભાવનાનો લાભ ઉઠાવવા માગે છે. આ વિસ્તારનું સામાજિક, આર્થિક અને પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિસ્તરી રહ્યું છે, જે તેને નવી મુંબઈમાં પગ જમાવવા માંગતા ડેવલપર્સ અને રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.”

નિષ્ણાતો શું કહે છે
પ્રોપર્ટીપિસ્તોલના સ્થાપક અને સીઈઓ આશિષ નારાયણ અગ્રવાલના જણાવ્યા અનુસાર, “પનવેલ અને નવી મુંબઈ ઝોન હંમેશાથી રિયલ એસ્ટેટ રોકાણ માટેનું એક હોટ ડેસ્ટિનેશન રહ્યું છે. નવી મુંબઈના ઉપનગરો, કર્જત, ખોપોલી, પુણે અને લોનાવાલાની નજીક હોવાને કારણે પનવેલ હંમેશા પસંદગીના રહેણાંક સ્થળોમાંનું એક હતું. આયોજિત મુંબઈ ટ્રાન્સ હાર્બર સી લિન્કના કારણે ઉરણ અને જેએનપીટી સાથે તેની કનેક્ટિવિટી મહત્વપૂર્ણ માળખાકીય લિન્ક્સ પૈકીની એક બની ગઈ છે.

સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેરુલ-ઉરણ રેલ્વે લાઈન સાથે પનવેલ શહેરને ગુણવત્તાયુક્ત અને વૈભવી રહેણાંક વિકાસથી ચોક્કસપણે પ્રોત્સાહન મળશે.” પનવેલ તમને ઉન્નત જીવનશૈલી, ઉત્તમ પુન:વેચાણ મૂલ્ય પ્રદાન કરે છે કારણ કે હાલમાં, મિલકતના ભાવો પ્રમાણમાં નીચા છે પરંતુ નજીકના ભવિષ્યમાં તે વધવાના છે.

અન્ય સમાચારો પણ છે...