દુરુપયોગ:ઘર કે દુકાનના ભાડૂતની માહિતી આપવા મુંબઈ પોલીસનો આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસવાદી, સમાજકંટકો અને વિદેશી નાગરિકો દ્વારા દુરુપયોગ થાય છે

પોતાનું ઘર કે દુકાન કોઈને ભાડે આપ્યું હોય તો એની માહિતી પોલીસને આપવી ફરજિયાત હોવા છતાં મુંબઈગરા એના પર આંખ આડા કાન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી ફરીથી આદેશ જારી કરતા મુંબઈ પોલીસે ભાડૂતોની માહિતી આપવાનું જણાવ્યું છે.

ત્રાસવાદીઓ, સમાજકંટકો અને ખાસ કરીને વિદેશી નાગરિકો તરફથી ઘરનો દુરુપયોગ કરવામાં આવશે એવો ડર હોવાથી આ માહિતી આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ભાડૂતોની માહિતી ન આપનાર પર કાર્યવાહી કરવાનો ઈશારો પોલીસે આપ્યો છે.

મુંબઈમાં પોતાની માલિકીનું ઘર, દુકાન, વ્યવસાયિક ગાળો કોઈ ભાડે પર આપતા પોલીસને આ સંદર્ભે માહિતી આપવી ફરજિયાત છે. મુંબઈ પોલીસની વેબસાઈટ પર જઈને પોતાના ભાડૂતની અને પોતાની માહિતી સહેલાઈથી ભરી શકાય છે.

અગવડ ટાળવા માટે
આ પહેલાં ભાડૂતની માહિતી પોલીસ સ્ટેશનમાં જઈને આપવી ફરજિયાત હતું. જો કે પોલીસ માટેનો ડર, પોલીસ તરફથી કરવામાં આવતું વર્તન વગેરેના કારણે નાગરિકો પોલીસ સ્ટેશનમાં જવાનું ટાળે છે. થોડા વર્ષ પહેલાં ભાડૂતોની માહિતી પોસ્ટથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એને પણ પ્રતિસાદ મળ્યો નહોતો. નાગરિકોની અગવડ ટાળવા મુંબઈ પોલીસની વેબસાઈટ પર સિટિઝન પોર્ટલ પર માહિતી આપવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...