ભાસ્કર વિશેષ:મુંબઈ પાલિકા એક ફોન કોલ પર શહેરનો કચરો ઉપાડશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેસરથી ડેબ્રિજ ઓન કોલ યોજનામાં એક ડમ્પરના 400 રૂપિયા લેવામાં આવશે

મુંબઈમાં મોટા પ્રમાણમાં બાંધકામ ચાલુ છે. ઈમારતોના બાંધકામમાં નીકળતો ડેબ્રિજ રસ્તાઓ, ખાડા, નાળા, ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવે છે. તેથી શહેર કદરૂપુ બની રહ્યું છે. આમ થતું રોકવા માટે મુંબઈ મહાપાલિકા નવેસરથી ડેબ્રિજ ઓન કોલ યોજના અમલમાં મૂકશે. એના માટે 16 જેસીબી મશીન, 35 ડમ્પર અને 100 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. એક ડમ્પર માટે 400 રૂપિયા શુલ્ક લેવામાં આવશે. આ બાબતે મહાપાલિકાનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ ટૂંક સમયમાં ટેંડર કાઢશે. મુંબઈની હવામાં પ્રદૂષણ માટે શહેરમાં મોટા પ્રમાણમાં થતા બાંધકામ કારણભૂત છે.

જો કે આ જ બાંધકામ શહેરને ગંદુ બનાવવામાં પણ કારણભૂત છે. બાંધકામમાંથી નીકળતો ડેબ્રિજ રસ્તા, ખાડા, નાળા, ખુલ્લી જગ્યા, ઉદ્યાન તેમ જ વપરાતા ન હોય એવા સાર્વજનિક ઠેકાણે નાખવામાં આવતો હોવાથી શહેર ગંદુ થઈ રહ્યું છે. એ રોકવા માટે મહાપાલિકાનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ ડેબ્રિજ ઓન કોલ યોજના અમલમાં મૂકશે. મુંબઈમાં દરરોજ 1 હજાર મેટ્રિક ટન ડેબ્રિજ નિર્માણ થાય છે. એના નિકાલ માટે 2018માં ડેબ્રિજ ઓન કોલ યોજના શરૂ કરવામાં આવી હતી. જો કે એને અપેક્ષિત પ્રતિસાદ ન મળવાથી આ યોજનાને નવેસરથી અમલમાં મૂકવામાં આવશે.

એ અનુસાર કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરીને 16 જેસીબી મશીન, 35 ડમ્પર અને 100 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ડેબ્રિડ ઉંચકનાર ડમ્પર માટે દરેક ફેરીના 400 રૂપિયા અને અતિરિક્ત શુલ્ક લેવામાં આવશે. ડેબ્રિજ ઉંચકવાનું જણાવવા માટે એક ફોન નંબર આપવામાં આવશે. રૂપિયા ભર્યા પછી કર્મચારીઓ આવીને ડેબ્રિજ ઉંચકશે અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં એનો નિકાલ કરશે. એ સાથે નધણિયાતો ડેબ્રિજ પણ મહાપાલિકા કર્મચારીઓ ઉંચકશે.

સુશોભીકરણ ઝુંબેશ : મહાપાલિકા સુશોભીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે રસ્તા, ફ્લાયઓવર, સ્કાયવોક, ચોપાટીઓ, ચોકનું સુશોભીકરણ કરી રહી છે. એ સાથે વિવિધ રંગવાળી લાઈટિંગ પણ કરવામાં આવી રહી છે. એના માટે મુંબઈ મહાપાલિકા 1 હજાર 705 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ સુશોભીકરણ ઝુંબેશને બાંધકામમાંથી નીકળતા ડેબ્રિજના કારણે ફટકો પડે એવી શક્યતા ધ્યાનમાં રાખીને મુંબઈ મહાપાલિકા તરત ડેબ્રિજ ઓન કોલ ઝુંબેશ અમલમાં મૂકશે.

નિકાલની ગંભીર સમસ્યા
ઘરમાં ઈન્ટિરિયર ડીઝાઈન કર્યા પછી અને નવા બાંધકામના ઠેકાણે નિર્માણ થતો ડેબ્રિજ નાખવો ક્યાં એ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. આ ડેબ્રિજ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે. કેટલાક ડમ્પરચાલક ખોટી નંબર પ્લેટ લગાડીને તો ક્યારેક નંબર પ્લેટ પર કાદવ લગાડીને રાતના અંધારામાં ડેબ્રિજ ફેંકીને જતા રહે છે. આવા સમયે તપાસ કરીને તેના પર કાર્યવાહી કરવી મુશ્કેલ બને છે.

અન્ય સમાચારો પણ છે...