મુલાકાત:મુંબઈ દેશની આર્થિક રાજધાની, જ્યારે UP ધર્મભૂમિ; આદિત્યનાથ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ કોશ્યારી સાથે યોગી આદિત્યનાથ - Divya Bhaskar
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ કોશ્યારી સાથે યોગી આદિત્યનાથ
  • ફિલ્મોદ્યોગને ઉત્તર પ્રદેશમાં લઈ જવાની વાતોને તેમણે નકારી કાઢી

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મુંબઈ મુલાકાત દરમિયાન મુંબઈના ઉદ્યોગ ક્ષેત્ર સાથે ફિલ્મોદ્યોગની હસ્તીઓ સાથે પણ મુલાકાત લીધી હતી, જેમાં અગ્રણી દિગ્દર્શકો, નિર્માતાઓ, કલાકારો વગેરેનો સમાવેશ થતો હતો. નોઈડામાં ઊભી કરવામાં આવી રહેલી ફિલ્મસિટી વિશે તેમણે ચર્ચા કરી હતી.આ સમયે ફિલ્મોદ્યોગ ઉત્તર પ્રદેશમાં લઈ જવાનો ભાજપનો દાવ છે એવા વારંવાર થતા આરોપના જવાબમાં યોગીએ જણાવ્યું કે મુંબઈ એ મુંબઈ જ છે. આ દેશની અર્થવ્યવસ્થાની ભૂમિ છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. ઉત્તર પ્રદેશ દેશની ધર્મભૂમિ છે.

ઉત્તર પ્રદેશ ભારતની ધાર્મિક રાજધાની છે. અમે ઉત્તર પ્રદેશમાં પોતાની ફિલ્મસિટી ઊભી કરી રહ્યા છીએ. મુંબઈમાં ફિલ્મસિટી લઈ જવાનો અમારો કોઈ પણ દાવ અથવા વિચાર નથી, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.નોંધનીય છે કે અગાઉ શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે યોગી ફિલ્મોદ્યોગને લઈ જઈ શકે નહીં. તેમણે ફિલ્મોદ્યોગની વૃદ્ધિ માટે પ્રયાસ કરવો જોઈએ, જેથી દેશના વિકાસમાં મદદ થશે. જો રોકાણકારોને આકર્ષિત કરવા આવ્યા હોય તો ઉદ્યોગપતિઓ સાથે વાત કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...