વીજ વપરાશ:મુંબઈમાં દરરોજ ફક્ત AC માટે 1500 મેગાવોટ વીજનો વપરાશ

મુંબઈCV3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટ ઓફિસ અને મોલ ઉપરાંત ઘેરઘેર એરકન્ડિશનનો ઉપયોગ

મુંબઈમાં પૂરી પાડવામાં આવતી કુલ વીજમાંથી અડધી એટલે કે 1 હજાર 500 મેગાવોટ વીજળી એસી માટે વપરાય છે. પહેલાં કોર્પોર્ટ કાર્યાલય, મોલમાં જોવા મળતી એસી સિસ્ટમ હવે ગગનચુંબી ઈમારતો સાથે જ સામાન્ય નાગરિકોના ઘરમાં પણ જોવા મળે છે.

બેઠી ચાલના અનેક ઘરમાં પણ હવે એસી લગાડેલા છે. તેથી છેલ્લા પાંચ વર્ષમાં મુંબઈમાં વીજની માગ 2 હજાર મેગાવોટથી વધીને સાડા ત્રણ હજાર મેગાવોટ સુધી પહોંચી છે. અત્યારે ચોમાસુ હોવા છતાં દરરોજ 3 હજાર મેગાવોટ વીજની માગ નોંધવામાં આવી રહી છે જેના માટે ફક્ત એસી જવાબદાર છે. મુંબઈ શહેર સહિત ઉપનગરોને અખંડિત વીજ પુરવઠો થાય એ માટે સ્વતંત્ર હાઈ વોલ્ટેજ લાઈન્સ ઊભી કરવામાં આવી છે. તેમ જ આઈલેન્ડિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.

2016 સુધી વીજની માગ 2 હજારથી 2200 મેગાવોટ જેટલી નોંધાતી હતી. તેથી મુંબઈ પરિસરના વીજ પ્રકલ્પમાંથી ઉપલબ્દ થતી વીજ અને હાઈ વોલ્ટેજ લાઈન્સમાંથી આવતી વીજ પૂરતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં એસીનો વપરાશ ઝડપથી વધ્યો છે. મોલ, શોપિંગ સેંટર, કોર્પોરેટ કાર્યાલયમાં જ શરૂઆતમાં દેખાતા એસી હવે બધે જોવા મળે છે. તેથી ઉનાળામાં મુંબઈમાં વીજની મહત્તમ માગ 3 હજાર 600 મેગાવોટ સુધી પહોંચી હતી.

લોખંડવાલા પરિસરમાં મધરાતથી વધુ વપરાશ
અત્યાર સુધી વીજની મહત્તમ માગ સવારના 9 થી બપોરે 12 અને સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધી હતી. એ પછી રાતના વીજની માગમાં અડધાથી વધુનો ઘટાડો થાય છે. જો કે અંધેરી લોખંડવાલા પરિસરમાં હાઈફાઈ રહેણાંકમાં ફિલ્મજગતમાં કામ કરનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી આ કલાકારો મોટા ભાગે શૂટિંગ પૂરું કરીને મધરાત ઘરે પાછા ફરે છે. ઘરે આવ્યા પછી એસી ચાલુ કરતા હોવાથી અંધેરી પરિસરના વીજ ઉપકેન્દ્રોમાં વીજનો વપરાશ મધરાત પછી વધે છે.

અન્ય સમાચારો પણ છે...