કાર્યવાહી:મુંબઈમાં સક્રિય ટકટક ટોળકીના સૂત્રધારની તમિળનાડુમાં ધરપકડ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 કરતા વધુ CCTV ફૂટેજની તપાસ લેખે લાગી

કારના કાચ પર ટકટક કરીને અથવા કારની નીચે રૂપિયા પડી ગયા છે એમ ચાલકને જણાવીને કારમાં પડેલ મોંઘી વસ્તુઓ ચોરી કરતી ટોળકીના સૂત્રધારની મુંબઈ પોલીસે તમિળનાડુથી ધરપકડ કરી હતી. એના માટે 200 કરતા વધુ સીસી ટીવી ફૂટેજની તપાસ પોલીસે કરી હતી. મુંબઈ અને નવી મુંબઈમાં સક્રિય આ આંતરજિલ્લા ટોળકીએ અનેક ચોરી કરી હોવાનો પોલીસને શક છે. ધરપકડ કરાયેલ સૂત્રધાર લક્ષ્મણ એસ. કુમાર (35) તમિળનાડુનો રહેવાસી છે.

ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ટકટક ટોળકીએ કરેલી ચોરી બાબતે ગયા મહિને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી વ્યક્તિ આદર્શ નગર પેટ્રોલ પંપ સામે કારમાં બેઠી હતી એ સમયે એક અજાણી વ્યક્તિએ કારની નીચે રૂપિયા પડી ગયા હોવાનું તેને જણાવ્યું હતું. આ રૂપિયા લેવા એ નીચે ઉતર્યો ત્યારે બીજી વ્યક્તિએ કારમાંથી બેગ લઈ લીધી હતી.

આ પ્રકરણે પોલીસે તપાસ કરીને આરોપી પાસેથી લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ માટુંગા અને ચેંબુર પરિસરમાં આ રીતે જ ચોરી કર્યાના બે ગુના દાખલ છે. આરોપીના કેટલાક સાગરીત મુંબઈ અને નવી મુંબઈમાં સક્રિય હોવાની માહિતી પોલીસને મળી છે. ટકટક ટોળકીએ કરેલા ગુના બાબતે કોઈ કડી ન હોવા છતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

એના માટે સરકારી, ખાનગી અને અંધેરી રેલવે સ્ટેશન, દાદર રેલવે સ્ટેશન, લોકમાન્ય તિલક ટર્મિનસ પરિસરના 200 કરતા વધારે સીસી ટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. એ પછી આરોપીનો ફોટો મળ્યો હતો. આરોપી તમિળનાડુનો રહેવાસી હોવાની ખાતરીપૂર્વકની માહિતી પોલીસને મળી.

અન્ય સમાચારો પણ છે...