દુનિયાના સૌથી વ્યસ્ત સિંગલ ક્રોસઓવર રનવે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેસનલ એરપોર્ટ દ્વારા 10મી ડિસેમ્બર, 2022ના રોજ એરપોર્ટ થકી 1,50,988 પ્રવાસીના ટ્રાન્ઝિટ સાથે વિક્રમી પ્રવાસીઓની અવરજવર હાથ ધરવામાં આવી છે. આ કુલ પ્રવાસી અવરજવરમાં 1,11,441 ડોમેસ્ટિક પ્રવાસી અને 39,547 ઈન્ટરનેશનલ પ્રવાસીનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 88,243 ડોમેસ્ટિક અને 16,456 ઈન્ટરેશનલ સાથે કુલ 1,04,699 પ્રવાસી સંખ્યા હાથ ધરી હતી, જે અનુક્રમે 26.28 ટકા, 140.31 ટકા અને 44.21 ટકાનો વધારો દર્શાવે છે. આમ, મુંબઈ એરપોર્ટે પોતાનો જ વિક્રમ તોડ્યો છે.
કોવિડ યુગમાં 13 ફેબ્રુઆરી, 2021ના રોજ સૌથી વધુ 73,509 પ્રવાસીને હાથ ધરાયા હતા, જ્યારે 20મી ડિસેમ્બર, 2019માં 1,50,276 પ્રવાસી હાથ ધરાયા હતા. 21 ડિસેમ્બર, 2018માં એક દિવસમાં 1,56,329 પ્રવાસી હાથ ધરાયા હતા, જેની તુલનાના આ વર્ષે આ ટ્રાફિક સંખ્યાના 97 ટકા હાંસલ કર્યા છે. ઉપરાંત 22 ડિસેમ્બર, 2017ના રોજ 1,52,562 એક દિવસના પ્રવાસી ટ્રાફિકના આશરે 98ટકા આ વર્ષે હાંસલ કર્યા છે.
રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો 10મી ડિસેમ્બર, 2022ના રોજ 2798 ફ્લાઈટમાં 414,114 પ્રવાસીએ અવરજવર કરી હતી. વધતા પ્રવાસી ટ્રાફિક વોલ્યુમને લઈને એરપોર્ટ દ્વારા પ્રવાસીલક્ષી મુખ્ય પહેલો શરૂ કરવામાં આવી છે. તેણે પ્રવાસીની અપેક્ષાઓને પહોંચી વળવા અને સતત દાખલારૂપ સેવા ધોરણો પ્રદાન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ વધારવા સાથે પેસેન્જર સર્વિસ એક્ઝિક્યુટિવનો સમાવેશ કરીને તેનું માનવબળ સંસાધન વધાર્યું છે.
સિકયુરિટી ટ્રે માટે ટર્નઅરાઉન્ડ
સિક્યુરિટી ટ્રે ખાતે ઝડપી ટર્નઅરાઉન્ડની ખાતરી રાખવા એટીઆરએસ મશીનના છેડે કર્મચારીઓ તહેનાત કરાયા છે. કતારને ઓછી કરવા અને વરિષ્ઠ નાગરિકો અને નાના બાળક સાથેના પ્રવાસીઓને સીઆઈએસએફના સમન્વય સાથે અગ્રતા આપવા માટે સિક્યુરિટી ચેક ખાતે ટર્મિનલ ડ્યુટી મેનેજરો ગોઠવવામાં આવ્યા છે. કાઉન્ટરોમાં પારંપરિક ચેકની ગીચતા ઓછી કરવા માટે સેલ્ફ બેગેજ ડ્રોપ કિયોસ્ક્સ અને સીયુએસએસ ચેક ઈન કિયોસ્ક ગોઠવવામાં આવ્યા છે.
હાથ ધરાયેલી મુખ્ય પહેલો
સિક્યુરિટી પ્રોસેસિંગ ઝોનમાં પ્રવાસીઓની અવરજવર પર બારીકાઈથી દેખરેખ રાખવા માટે ઓપરેશન ટીમનો ઉપયોગ કરવા માટે પેસેન્જર ફ્લો એન્ડ ક્યુ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે. ઓટોમેટેડ ટ્રે રિટ્રાઈવલ સિસ્ટમમાં નકારનું પ્રમાણ ઓછું કરવા સિક્યુરિટી રિસ્ટ્રિક્ટેડ આર્ટિકલ્સ રિમિવલ માટે પૂર્વસલામતી તપાસ માટે ઓન ગ્રાઉન્ડ ટર્મિનલ ઓપરેશન ટીમો ગોઠવવામાં આવી છે.
તમારો ચહેરો તમારી ઓળખ
ટૂંક સમયમાં જ ટર્મિનલ-2 ખાતે ડિજી યાત્રા રજૂ કરવામાં આવશે, જ્યાં ડિજી યાત્રા બાયોમેટ્રિક સિસ્ટમ ઓળખવામાં આવેલાં સંપર્ક સ્થળો અને એરલાઈન્સ ખાતે સવારે 8.30થી સાંજે 5.30 વચ્ચે સંચાલન કરાશે. આ પ્રોજેક્ટની આગેવાની ઉડ્ડયન મંત્રાલય કરી રહ્યું છે. તેનું લક્ષ્ય અવિસ્મરણીય ડિજિટલ પ્રવાસ અનુભવ કરાવવાનું છે. તે રજિસ્ટ્રેશનથી બોર્ડિંગ સુધી પ્રવાહ આસાન બનાવવા માટે સંપૂર્ણ બાયોમેટ્રિક આધારિત સેલ્ફ- બોર્ડિંગ સમાધાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.