રિલાયન્સના શેર્સમાં ઉછાળો:મુકેશ અંબાણીને ફરી એશિયાની ‘સૌથી ધનિક’ વ્યક્તિનું બિરુદ મળ્યું

મુંબઇ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RILના શેર્સમાં તેજીથી અંબાણીની સંપત્તિ 3.6 અબજ ડોલર વધી
  • 97.74 લાખ કરોડની સંપત્તિ સાથે અંબાણી વિશ્વની 8મા ધનિક વ્યક્તિ બન્યા

મુકેશ અંબાણીએ ફરી એકવાર ગૌતમ અદાણીને પાછળ છોડીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ હાંસલ કર્યો છે. રિલાયન્સના શેર્સમાં ઉછાળો થતાં એક જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.6 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. મુકેશ અંબાણી 97.74 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે વિશ્વની આઠમી સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે, અદાણી 7.66 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં નવમા ક્રમાંકે છે.

વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિનું બિરુદ હજુ પણ ટેસ્લાના CEO ઇલોન મસ્કના નામે છે. તેઓ 17.62 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. એમેઝોનના જેફ બેઝોસ 11.57 લાખ કરોડની નેટવર્થ સાથે વિશ્વની બીજી સૌથી ધનવાન વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અદાણી ફેબ્રુઆરીમાં અંબાણીને પાછળ છોડીને એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.

એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં સૌથી વધુ 1.72 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જોકે હાલમાં અદાણી જૂથની કંપનીઓના શેર્સમાં વેચવાલીને કારણે સંપત્તિમાં ઘટાડો થયો છે. બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્વ વચ્ચે વૈશ્વિક કોમોડિટીની કિંમતોમાં જોવા મળેલા ઉછાળાનો સીધો લાભ રિલાયન્સને મળી રહ્યો છે. આ વર્ષે સેન્સેક્સમાં 3 જૂન સુધી 4.27%નો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે, રિલાયન્સના શેર્સમાં 17.37% સુધીની તેજી નોંધાઇ છે. શુક્રવારે કંપનીના શેર્સ 2.02%ના વધારા સાથે 2,779.50 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...