કોરનો ચુકાદો:માતાને બાળક અને કરિયર વચ્ચે પસંદગીનું કહી શકાય નહીં: કોર્ટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાને બાળક સાથે વિદેશ જવા મંજૂરી

મહિલાને બાળક અને કરિયર વચ્ચે એકની પસંદગી કરવા કહી શકાય નહીં, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ હાઈ કોર્ટે એક પ્રકરણમાં આપ્યો છે. એક અરજીમાં માતાએ પોતાની નવ વર્ષની બાળકી સાથે પોલેન્ડમાં ક્રાકો ખાતે નોકરી માટે જવાની પરવાનગી માગી હતી. જોકે તેના પતિએ અરજીનો વિરોધ કર્યો હતો. બાળકીને પિતા પાસેથી દૂર કરવાનો આ પાછળનો હેતુ છે એમ પતિએ જણાવ્યું હતું. આ અરજી પર ફેમિલી કોર્ટે માતાને બાળકી સાથે પોલેન્ડ જવા સામે મનાઈ કરી હતી. આ પછી મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

હાઈ કોર્ટમાં જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠ સામે આ પ્રકરણની સુનાવણી આવી હતી. તેમાં માતાને તેના બાળક અને કારકિર્દીમાંથી એકની પસંદગી કરવા માટે કહી શકાય નહીં એવો આદેશ આપવામાં આવ્યો હતો. આ મહિલા પુણેની એક ખાનગી કંપનીમાં કામ કરી રહી છે. તેની કંપનીએ પોલેન્ડમાં પ્રોજેક્ટ ઓફર આપી હતી. કોર્ટના આદેશ અનુસાર હવે તેનો પોલેન્ડ જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

જો પુત્રીને મારાથી દૂર લઈ જવામાં આવશે તો પત્નીનું મોઢું ફરી ક્યારેય જોઈશ નહીં. પિતા- પુત્રીનો સંબંધ તોડવો આ જ ઉદ્દેશ તેનો છે, એવી દલીલ પતિએ કરી હતી. આ સમયે પોલેન્ડની બાજુમાં યુક્રેન અને રશિયામાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિનો હવાલો પણ પતિએ આપ્યો હતો.બંને બાજુથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.

તે સાંભળી લીધા પછી જસ્ટિસ ડાંગરેએ ઉક્ત આદેશ આપ્યા હતા. આજ સુધી પુત્રીનો કબજો માતા પાસે હતો. તેણે એકલીએ પુત્રીને ઉછેરી છે. પુત્રીની ઉંમર ધ્યાનમાં લેતાં તેને માતાની સાથે જવાનું આવશ્યક છે. માતાને નોકરી કરવાથી રોકવાનો કોર્ટનો મત નથી. પિતા અને બંને વચ્ચેના સંબંધમાં સંતુલન રાખવું જોઈએ. પુત્રીના ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ, એવી નોંધ કોર્ટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...