જૂના મુંબઈ-પુણે હાઈવે પર કિવલે-દેહુ રોડ નજીક એક વાહન અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે અકસ્માતમાં પિતા-પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. કન્ટેઈનર અને ટુવ્હીલરના ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો કચડાઈ ગયા હતા. અકસ્માતને કારણે મુંબઈ- પુણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂના મુંબઈ-પુણે હાઈવે પર દેહુરોડ કિવલે બ્રિજ પર એક કન્ટેઈનર દ્વારા ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કન્ટેઈનર ટુ-વ્હીલર પર ફરી વળતાં એક જ પરિવારના ચાર સભ્યોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી ચકચાર મચી ગઈ છે.
પિતા ગંભીર રીતે ઘાયલ છે, અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલો પુણેના રામનગર વારજે માલવાડીના ચૌધરી પરિવારના છે. સુરેશ ચૌધરી પત્ની મમતા અને પુત્રી દિવ્યા સાથે મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા. ત્યારે લોડેડ કન્ટેનર મોટરસાઇકલને ટક્કર મારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.