મહાપાલિકાની હાકલ:મુંબઈમાં 20 હજાર જેટલા ઠેકાણે મેલેરિયા, ડેંગ્યૂ ફેલાવતા મચ્છર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમા કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે બીમારીનું વધુ એક સંકટ

મુંબઈમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે 20 હજાર ઠેકાણે મેલેરિયા, ડેંગ્યૂ ફેલાવતા મચ્છર મળ્યા છે. આ બીમારી રોકવા માટે મહાપાલિકાએ ડેંગ્યૂના ફેલાવા માટે કારણભૂત બનતા 45 લાખ 37 હજાર 247 ઠેકાણે તપાસ કરી ત્યારે 18 હજાર 52 ઠેકાણે ડેંગ્યૂ ફેલાવતા એડીસ મચ્છર મળ્યા હતા.

મેલેરિયા ફેલાવતા મચ્છરના ઉત્પતિવાળા 2 લાખ 12 હજાર 541 ઠેકાણે તપાસ કરી ત્યારે મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર એનોફિલીસ મચ્છરના 2 હજાર 214 ઉત્પતિ સ્થાન મળ્યા હતા. તેથી મુંબઈગરાઓએ ઘર અને પરિસરમાં સ્વચ્છતા રાખવી એવી હાકલ મહાપાલિકા તરફથી કરવામાં આવી છે.

ચોમાસામાં ફેલાતી ડેંગ્યૂ, મેલેરિયા જેવી બીમારી પર અંકુશ મેળવવા માટે મહાપાલિકા તરફથી આખુ વર્ષ ઘેરઘેર, આસ્થાપનાઓની મુલાકાત કરીને મચ્છરના ઉત્પતિ સ્થાન શોધવામાં આવે છે. આ તપાસમાં ડેંગ્યૂ, મેલેરિયા ફેલાવતા મચ્છરના ઠેકાણાઓ મળે તો એનો નાશ કરવામાં આવે છે. એડિસ ઈજિપ્તી મચ્છર ડેંગ્યૂ અને એનોફિલીસ સ્ટિફેન્સી મચ્છર મેલેરિયા ફેલાવવામાં કારણ બને છે. આ પાર્શ્વભૂમિ પર મચ્છરની પેદાશ માટેના ઠેકાણા જેમ કે કૂવાઓ, પાણીની ટાંકીઓ, સ્વીમિંગ પુલ વગેરે ઠેકાણે તપાસ કરવામાં આવી. પાણીની ટીપડા, ટાયર, ભંગાર સામાન, ફેંગશુઈના શોભાના છોડ, મની પ્લાન્ટ જેવા ઠેકાણે તપાસ કરવામાં આવી હતી.

31 મે સુધી 20 હજાર કરતા વધારે ઠેકાણે ડેંગ્યૂ અને મેલેરિયા ફેલાવતા મચ્છરના ઠેકાણા મળ્યા. ડેંગ્યૂ ફેલાવતા મચ્છરની ઉત્પતિ કરતા 18 હજાર 52 ઠેકાણે છાપરા પરની જગ્યા, 2 હજાર 624 ટાયર્સ, 1 લાખ 26 હજાર 437 ઓડ આર્ટિકલ્સ મહાપાલિકાના માધ્યમથી હટાવવામાં આવ્યા હતા. ચોમાસુ માથે છે ત્યારે ઘર અને પરિસરમાં પાણી ભરાવા ન દેવા. મહાપાલિકાની તપાસમાં નિર્દેશ આપવા છતાં દુર્લક્ષ કરવામાં આવે તો કોર્ટના નિર્દેશ બાદ 2 થી 10 હજાર રૂપિયા દંડ, નોટિસ જેવી કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...