સહભાગ:‌BKCમાં રન ફોર સ્વચ્છ ભારતમાં 5000થી વધુ દોડવીરોએ ભાગ લીધો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરાઝવેરાત ઉદ્યોગના વેપારીઓ અને કર્મચારીઓનો પણ સહભાગ

હરી કૃષ્ણ એક્સપોર્ટસ દ્વારા બાંદરા પૂર્વમાં બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં આયોજિત કિસ્ના ડાયમંડ મેરેથોનની 7મી આવૃત્તિમાં 5000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર સ્વચ્છ ભારત થીમ સાથેનીઆ મેરેથોનમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના પણ ઘણા બધા મહેમાનોએ ભાગ લીધો હતો. સ્વચ્છ ભારત અભિયાન વિશે જાગૃતિ ફેલાવવા માટે છેલ્લાં સાત વર્ષથી આ મેરેથોન યોજાય છે.

સ્વચ્છ શહેરના ધ્યેયસાથે નાગરિકોને આરોગ્ય અને તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવાનો પણ આ મેરેથોન પાછળનો ઉદ્દેશ છે. ખાસ કરીને રજિસ્ટ્રેશન થકી આવેલી ફીમાંથી ઊભું થયેલું ભંડોળ સ્વચ્છ ભારત પહેલના ધર્માદા કામ માટે દાન કરાશે, એમ હરિ કૃષ્ણ ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું.

આરોગ્ય માટે જાગૃત સર્વ સહભાગીઓની સરાહના કરતાં તેમણે જણાવ્યું કે અમે દર વર્ષે આ મેરેથોન યોજીને તંદુરસ્તી અને સ્વચ્છતાના મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે અમારા શ્રેષ્ઠતમ પ્રયાસ કરીએ છીએ. ઘણા બધા નાગરિકોએ સક્રિય રીતે ભાગ લીધો અને ખાસ કરીને અમારા ઉદ્યોગના વેપારીઓ અને કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો તે જોઈને ખુશી થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.આ વર્ષે 21 કિમી, 10 કિમી અને 5 કિમી એમ ત્રણ શ્રેણીની રેસ રખાઈ હતી. વિજેતાઓને મેડલ, ટ્રોફી, રોકડ ઈનામ અને કિસ્ના ડાયમંડ જ્વેલરીથી નવાજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...