સમસ્યા:રાજ્યમાં આ વર્ષે દાવાનળની 24 હજારથી વધુ ઘટનાઓ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવી હસ્તક્ષેપના કારણે જંગલમાં આગ લાગવાના પ્રમાણમાં વધારો

પ્રકલ્પ અને ઉદ્યોગો માટે વન જમીન મોટા પ્રમાણમાં આપવામાં આવે છે ત્યારે દાવાનળના કારણે જંગલ ક્ષેત્ર ઓછું થઈ રહ્યું હોવાનું જણાયું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે 24 હજાર 592 દાવાનળની ઘટનાઓની નોંધવામાં આવી છે. ખાસ વાત એટલે સૂકા પાંદડા, ડાળીઓ, જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ જેવા નાગરિક દ્વારા થતા કામના કારણે જંગલમાં આગ લાગવાનું પ્રમાણ વધ્યું છે.

એક તરફ કાળઝાળ ગરમી તો ફૂલ-પાંદડા વેચવાની સીઝન એક સાથે આવે છે. આ સમયગાળામાં જ મોટા પ્રમાણમાં આગની ઘટના બને છે. વનઉપજ મોટી સંખ્યામાં મેળવવા માટે પણ ઘણી વખત આગ લગાડવામાં આવે છે. ગામના ગોવાળિયા પણ ઢોર માટે વધુ પ્રમાણમાં ઘાસ ઉગશે એવી ગેરસમજના કારણે આગ લગાડે છે. તેથી જંગલમાં આગ ફેલાય છે. ખેતીનો કચરો અને બીજી વસ્તુઓ સફાઈ માટે ખેડૂતો પોતાના ખેતરમાં આગ લગાડે છે. તેથી ખેતર નજીકના જંગલમાં આગ લાગે છે.

પાયાભૂત સુવિધાઓ, ઉદ્યોગ, ખાણમાં ખોદકામ, સિંચાઈ પ્રકલ્પના કારણે મોટા પ્રમાણમાં ઝાડ કપાઈ રહ્યા છે. પારંપારિક આગ બુઝાવવાના બદલે હવે દાવાનળના સમયે આગ બુઝાવવા હાઈફાયર બ્લોઅર જેવા નવા સાધનો આવ્યા છે. છતાં દાવાનળને નિયંત્રણમાં લાવવું મુશ્કેલ થાય છે. રાજ્યમાં સૌથી વધુ જંગલવાળો ભાગ એવા ગડચિરોલી જિલ્લામાં અને એ પછી ચંદ્રપુર જિલ્લામાં આ મોસમમાં સૌથી વધુ દાવાનળની ઘટના બને છે. લગભગ ચોમાસુ પૂરું થાય એટલે નવેમ્બરથી જૂન મહિના સુધી આગ લાગવાની ઘટનાઓ વધારે બને છે.

અન્ય સમાચારો પણ છે...