વાહન જપ્તી ઝુંબેશ:મુંબઈના માર્ગો પર 10 હજારથી વધારે બિનવારસી વાહન મળ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ હજાર વાહનનો તેના મૂળ માલિકોએ નિકાલ કર્યો

રસ્તાની કોરે નધણિયાતા પાર્ક કરેલા વાહન જપ્ત કરવાની ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધી 10 હજાર કરતા વધુ વાહન મળી આવ્યા છે. માર્ચથી સપ્ટેમ્બરના સમયગાળામાં મળેલા વાહનમાંથી 9 હજાર 454 વાહન પર નોટિસ લગાડવામાં આવી છે. એમાં 3 હજાર 519 વાહનના માલિકે મહાપાલિકાને પ્રતિસાદ આપ્યો છે અને પોતે વાહનનો નિકાલ કર્યો છે. મહાપાલિકાએ 4 હજાર 157 વાહન મહાપાલિકાએ હટાવ્યા છે. સૌથી વધુ 1 હજાર નધણિયાતા વાહન ગ્રાન્ટ રોડ પરિસરમાં છે.

અનેક વખત જૂના થયેલા વાહન અથવા કોઈ ગુનામાં વપરાયેલા વાહન રસ્તાની કોરે છોડી દેવામાં આવે છે. ધુળ ખાતા, ચોમાસામાં વરસાદના પાણીને કારણે કાટ ખાય છે. વરસાદનું પાણી આવા વાહનમાં સચવાયેલું રહેવાથી મચ્છરના ઈંડાની સમસ્યા નિર્માણ થાય છે. ઉપરાંત આવા વાહનના કારણે વાહનવ્યવહારમાં અડચણ થાય છે.

તેથી આવા વાહન મહાપાલિકા તરફથી હટાવવામાં આવે છે. જો કે કોરોનાના સમયમાં આ જવાબદારી પરિવહન પોલીસને આપવામાં આવી હતી. કોરોનાના પ્રતિબંધ હટાવવામાં આવ્યા પછી માર્ચ મહિનામાં આ જવાબદારી ફરીથી મહાપાલિકાને મળી. ત્યારે મહાપાલિકાએ અને પરિવહન વિભાગે મોટા પ્રમાણમાં કાર્યવાહી કરીને નધણિયાતા વાહન હટાવ્યા હતા. છેલ્લા છ મહિનામાં મહાપાલિકાએ લગભગ 10 હજાર જેટલા વાહન હટાવ્યા છે.

મહાપાલિકા વાહન પર નોટિસ લગાડી એ પછી 3 હજાર 511 વાહનના માલિકોએ મહાપાલિકાને પ્રતિસાદ આપ્યો તો 4 હજાર 157 વાહન મહાપાલિકાએ હટાવ્યા. મહાપાલિકાએ વાહન હટાવ્યા પછી 216 માલિકોએ મહાપાલિકા પાસે જઈને પોતાના વાહન છોડાવ્યા છે. બાકીના સાડા ત્રણ હજાર કરતા વધુ વાહન મહાપાલિકાના સંબંધિત વિભાગના તાબામાં છે. ગ્રાન્ટ રોડમાં 1009, બાન્દરા-ખારમાં 708, કુર્લામાં 795, ભાયખલામાં 673 અને વડાલા-માટુંગામાં 611 નધણિયાતા વાહન મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...