ભાસ્કર વિશેષ:મ.રેલવેમાં 1 કરોડથી વધુ યાત્રીઓનો ACલોકલમાં પ્રવાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 મહિનામાં ટિકિટદરમાં ઘટાડો કરાયા પછી પ્રવાસીઓના પ્રતિસાદમાં વધારો

છેલ્લા 9 મહિનામાં મધ્ય રેલવે ઉપનગરીય માર્ગમાં એસી લોકલમાં એક કરોડથી વધારે લોકોએ પ્રવાસ કર્યો છે. એપ્રિલ 2022 પછી એસી લોકલને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. એસી લોકલમાં ડિસેમ્બર 2022માં 12 લાખ 39 હજાર 419 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે.

મધ્ય રેલવેમાં અત્યારે સીએસએમટીથી થાણે, કલ્યાણ, ડોંબીવલી, અંબરનાથ, ટિટવાલા દરમિયાન એસી લોકલની દરરોજ 56 ફેરી થાય છે. એપ્રિલ 2022માં એસી લોકલમાં દરરોજ પ્રવાસ કરનારાની સંખ્યા 51 હજાર 170 હતી. એસી લોકલના ટિકિટદરમાં કપાત કરવામાં આવ્યા પછી પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થવા માંડ્યો.

અત્યારે એસી લોકલમાં દરરોજ 2 લાખ 70 હજાર કરતા વધારે પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગે આપેલી માહિતી અનુસાર એપ્રિલથી ડિસેમ્બર 2022ના સમયગાળામાં એસી લોકલમાં એક કરોડ કરતા વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે. મે 2022થી એસી લોકલની ટિકિટ અને ફર્સ્ટ ક્લાસની દૈનિક ટિકિટનું ભાડું ઓછું કરવામાં આવ્યું.

એમાં સપ્ટેમ્બર 2022માં રેલવેએ ફર્સ્ટ ક્લાસના ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પાસધારકોને એસી લોકલમાં પ્રવાસ કરવાની છૂટ આપી. તેથી પ્રવાસીઓનો પ્રતિસાદ વધી રહ્યો છે એમ અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલ 2022માં કુલ 5 લાખ 92 હજાર 836 પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કર્યો. એ પછી મે મહિનામાં આ સંખ્યા 8 લાખ 36 હજાર 700 અને ડિસેમ્બર માં 12 લાખ 39 હજાર 419 પર પહોંચી.

1 કરોડ રૂપિયા કરતા વધારે આવક
છેલ્લા નવ મહિનામાં એસી લોકલના કારણે મધ્ય રેલવેને 1 કરોડ 47 લાખ 27 હજાર રૂપિયાની આવક થઈ છે. 16 ડિસેમ્બર ના સૌથી વધારે 11 હજાર 189 ટિકિટનું વેચાણ થયું. 5 ડિસેમ્બરના 1 હજાર 202 પાસનું વેચાણ થયું. ટિકિટ વિના, સામાન્ય લોકલની ટિકિટ કે પાસ પર એસી લોકલમાં પ્રવાસ કરનારાની સંખ્યા વધારે છે.

તેથી સવારે અને સાંજે એસી લોકલમાં ગિરદી થાય છે. પરિણામે એસી લોકલની ટિકિટ અથવા પાસ કાઢીને પ્રવાસ કરનારાઓએ ગિરદીનો સામનો કરવો પડે છે. છેલ્લા એક વર્ષમાં એસી લોકલની ટિકિટ કે પાસ ન ધરાવતા 20 હજાર કરતા વધુ પ્રવાસીઓની મધ્ય રેલવેના ટીસીએ ધરપકડ કરી છે. તેમની પાસેથી 38 લાખ રૂપિયા કરતા વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...