કાર્યવાહી:બેંકની લોન ડૂબાડવા મુદ્દે મોહિત કમ્બોજ પર ગુનો દાખલ કરાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂં. 52 કરોડની લોન બીજા કારણોસર વાપરવાનો આરોપ

આર્થિક ગુના શાખાએ ભાજપ નેતા મોહિત કમ્બોજ પર કાર્યવાહીની શરૂઆત કરી હતી અને ગુનો દાખલ કર્યો હતો. મોહિત કમ્બોજની કંપનીએ 52.89 કરોડ રૂપિયાની લોન ડૂબાડવા પ્રકરણે આ ગુમો દાખલ કરવામાં આવ્યો છે. મોહિત કમ્બોજની કંપનીએ 2011 થી 2015ના સમયગાળામાં ઈંડિયન ઓવરસીઝ બેંક પાસેથી 52.89 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

પણ આ રૂપિયા જે કારણોસર લેવામાં આવ્યા હતા એના બદલે બીજી બાબત માટે વાપરવામાં આવ્યા. એ પછી મોહિત કમ્બોજની કંપનીએ આ લોન ડૂબાડી હતી. હવે ગુનો દાખલ થવાથી કમ્બોજ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બની શકે છે જે કમ્બોજ અને ભાજપ માટે આંચકા સમાન છે. મોહિત કમ્બોજ પર છેતરપિંડી અને ષડયંત્ર રચ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બેંકના મેનેજર અંજનીકુમારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એમઆરએ માર્ગ પોલીસે મેસર્સ નિશીથ વેન્ચર પ્રા.લિ. સહિત મોહિત કમ્બોજ અને કંપનીના બીજા બે સંચાલક સિદ્ધાંત રાજેન્દ્ર બાગલા તથા જિતેન્દ્ર ગુલશન કપૂર વિરુદ્ધ ઈંડિયન પીનલ કોડની કલમ 420 (છેતરપિંડી) અને 409 (વિશ્વાસઘાત), 406, 465, 467, 468, 471, 477(એ) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

ઉપરાંત કેટલાક અજાણ્યા વ્યક્તિ અને બેંક અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે કમ્બોજે આ તમામ આરોપ ફગાવી દીધા છે. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા મારા પર એક ગુનો દાખલ કર્યો એમ જણાયું છે. 2017માં બંધ થયેલી એક કંપની સંદર્ભે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કંપનીના બેંક વ્યવહાર સંદર્ભની ત્રુટિ શોધીને મારા વિરુદ્ધ બનાવટી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો ગુનો દાખલ કરીને મારો અવાજ દબાવી શકાશે એમ મહાવિકાસ આઘાડી સરકારને લાગતું હોય તો એ તેમની ગેરસમજ છે. મહાવિકાસ આઘાડી સરકારને સંજય રાઉત કે નવાબ મલિક પરની કાર્યવાહીનો બદલો લેવો હશે. મારી લડાઈ ચાલુ રહેશે. હું કોર્ટમાં જઈને આ બધા વિરુદ્ધ કાયદાકીય રીતે દાદ માગીશ એમ મોહિત કમ્બોજે જણાવ્યું છે.

મહાવિકાસ આઘાડી સરકાર પર હુમલો કરવામાં આગળ : છેલ્લા થોડા મહિનામાં મોહિત કમ્બોજે નવાબ મલિક અને સંજય રાઉત પર અનેક આરોપ કર્યા છે. કિરીટ સોમૈયા સાથે મોહિત કમ્બોજ મહાવિકાસ આઘાડી સરકાર પર હુમલો કરવામાં આગળ હતા. થોડા સમય પહેલાં કમ્બોજે હનુમાન ચાલીસા વિવાદમાં પણ ઝંપલાવ્યું હતું.

એ સમયે તેમણે મસ્જિદ સામે લગાડવા માટે મોટા પ્રમાણમાં લાઉડસ્પીકરનું વિતરણ કર્યું હતું. રાણા દંપતિ અને શિવસેના વચ્ચે વિવાદ ચાલુ હતો ત્યારે માતોશ્રીથી થોડા અંતરે શિવસૈનિકોએ મોહિત કમ્બોજની કાર પર હુમલો કર્યો હતો.

મહાપાલિકાએ નોટિસ જારી કરી હતી
આ વર્ષે માર્ચ મહિનામાં મુંબઈ મહાપાલિકા તરફથી મોહિત કમ્બોજનું રહે છે એ ઘર માટે સાંતાક્રુઝ સ્થિત ઈમારતને અનધિકૃત બાંધકામ સંદર્ભે નોટિસ જારી કરી હતી. મહાપાલિકાની એક ટીમે આ ઈમારતની તપાસ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...