ભાસ્કર વિશેષ:મ્હાડાના ઘર માટે આવક મર્યાદાના સ્લેબમાં ફેરફાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યંત ઓછી આવકવાળા માટે વાર્ષિક 6 લાખ, અલ્પ આવકવાળા માટે 9 લાખ સુધી

મ્હાડાની હાઉસિંગ સોસાયટીના ઘરની લોટરી માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગૃહનિર્માણ વિભાગે આ સંબંધી જીઆર જારી કર્યો છે. મ્હાડા લોટરીમાં અતિઅલ્પ, અલ્પ, મધ્યમ, અને ઉચ્ચ એમ આવક જૂથ છે. આ આવક જૂથ માટે ખાસ આવક મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવી છે. આ આવક મર્યાદા અનુસાર ઈચ્છુકએ લોટરી માટે અરજી ભરતા હકના ઘરનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. આવક મર્યાદા અનુસાર જ અરજી ભરવી જરૂરી છે.

અત્યાર સુધી અત્યંત ઓછી આવકવાળા માટે દર મહિને 25 હજાર રૂપિયા સુધી, અલ્પ આવકવાળા માટે મહિને 25 હજાર 1 થી 50 હજાર રૂપિયા સુધી, મધ્યમ આવકવાળા માટે મહિને 50 હજાર 1 થી 75 હજાર રૂપિયા અને ઉચ્ચ આવકવાળા માટે 75 હજાર 1 થી વધારે એવી આવક મર્યાદા હતી. હવે એમાં ફેરફાર કરીને આવક મર્યાદા વધારવામાં આવી છે.

નવા ફેરફાર અનુસાર અત્યંત ઓછી આવકવાળા માટે વાર્ષિક 6 લાખ રૂપિયા, અલ્પ આવકવાળા માટે વાર્ષિક 6 લાખ 1 થી 9 લાખ, મધ્યમ આવકવાળા માટે વાર્ષિક 9 લાખ 1થી 12 લાખ અને ઉચ્ચ આવકવાળા માટે 12 લાખ 1થી 18 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગર પ્રદેશ, પુણે મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તેમ જ 10 લાખ કરતા વધારે લોકસંખ્યાવાળી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને આ આવક મર્યાદા લાગુ રહેશે.

બાકીના મહારાષ્ટ્ર માટે પણ આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ અનુસાર હવે અત્યંત ઓછી આવકવાળા માટે વાર્ષિક 4 લાખ 50 હજાર રૂપિયા, અલ્પ આવકવાળા માટે 4 લાખ 50 હજાર 1થી 7 લાખ 50 હજાર રૂપિયા, મધ્યમ આવકવાળા માટે વાર્ષિક 7 લાખ 50 હજાર 1થી 12 લાખ રૂપિયા અને ઉચ્ચ આવકવાળા માટે 12 લાખ 1 રૂપિયાથી 18 લાખ રૂપિયા આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...