સુવિધા:એમએમઆરડીએ ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના વિવિધ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ આ વર્ષે પૂર્ણ કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્સોવા- વિરાર સી-લિંક, ધારાવી પુનર્વસન પ્રકલ્પ આ વર્ષે શરૂ થશે...

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર સરકાર તરફથી મહાનગર પ્રદેશમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વિવિધ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોનું 2023માં લોકાર્પણ કરશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ), મુંબઈ મેટ્રો માર્ગ 2-એ અને માર્ગ 7નો બીજો તબક્કો, ઐરોલી કટાઈ નાકા રસ્તો અને બોગદાન પ્રકલ્પ, સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા યોજના, કોપરી પુલ, છેડાનગર ફ્લાયઓવર-2, સાંતાક્રુઝ ચેમ્બુર જોડ રસ્તો વિસ્તાર પ્રકલ્પ વગેરે પ્રગતિને પંથે હોઈ આ વર્ષે જ તબક્કાવાર ખુલ્લા મુકાશે.

એમટીએચએલને લીધે મુંબઈ મુખ્ય ભૂમિ સાથે જોડાશે, જેને લીધે મુંબઈ હવે ટાપુનું શહેર તરીકે ઓળખાશે નહીં. પ્રકલ્પમાં પેકેજ 1, 2, 3માં સંરક્ષણ કઠેડો ઊભો કરવાનું કામ પ્રગતિને પંથે છે. આ કઠેડાનું બાંધકામ એ રીતે કરાઈ રહ્યું છે કે બહારની સુંદરતા પણ જોઈ શકાશે. પ્રકલ્પના ચોથા પેકેજમાં ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત ટ્રાફિક નિયંત્રણ, ટોલ મેનેજમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રિકલ કામો, હાઈવે અને બ્રિજ સ્ટ્રીટલાઈટિંગ સિસ્ટમ, ટોલ પ્લાઝાનું બાંધકામ અને કમાંડ કંટ્રોલ સેન્ટર સાથે પ્રશાસકીય ઈમારતોની સ્થાપનાનાં કામો પ્રગતિને પંથે છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક- એમટીએચએલ
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક- એમટીએચએલ

કુલ 3 વત્તા 3 માર્ગિકાના 22 કિમી આ પ્રકલ્પ દ્વારા મુંબઈ અને નવી મુંબઈ દરમિયાનનો પ્રવાસ ફક્ત 15 મિનિટમાં શક્ય બનશે, જેને લીધે પ્રકલ્પનું 90 ટકા કામ પૂરું થયું હોઈ 2023 નવેમ્બર પૂર્વે ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે, જેને લીધે રોજગાર નિર્મિતીને વાચા મળશે એવી અપેક્ષા છે.

2023નું વર્ષ પ્રકલ્પપૂર્તિનું
એમએમઆરડીએના મહાનગર કમિશનર એસ વી આર શ્રીનિવાસે જણાવ્યું હતું કે સરકારની મદદથી અમારી આખી ટીમ મુંબઈ મહાનગરના સર્વાંગીણ વિકાસ માટે અહોરાત્ર મહેનત લઈ રહી છે. 2023 પ્રકલ્પપૂર્તિનું વર્ષ છે.

એસસીએલઆર એક્સટેન્શન
એસસીએલઆર એક્સટેન્શન

2023માં આ નવા પ્રકલ્પ શરૂ થશે
2023માં શરૂ થનારા નવા પ્રકલ્પનાં કામોમાં વર્સોવા- વિરાર સી-લિંક પ્રોજેક્ટ, ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ઈસ્ટર્ન હાઈવે પર થાણે શહેરના આનંદ નગરથી સાકેત સુધી 6.30 કિમી લાંબા એલીવેટેડ માર્ગનું બાંધકામ, બાળકુમથી ગાયમુખ થાણે ખાડી કિનારા માર્ગ (થાણે કોસ્ટલ), છેડાનગર- ઘાટકોપરથી થાણે સુધી પૂર્વ મુક્ત માર્ગનું વિસ્તારીકરણ, ખારેગાવ ટોલનાકાથી કલવા નાકા રસ્તાનું બાંધકામ, તુર્ભે રેલવે સ્ટેશન નજીક થાણે બેલાપુર રસ્તાથી એપીએમસી માર્કેટ સુધી રોડ ઓવરબ્રિજનું બાંધકામ, બોરીવલી- ગોરાઈ રસ્તા પર ગોરાઈ ખાડી પર પુલ બાંધવાનાં કામો 2023માં શરૂ થશે.

મેટ્રો પ્રકલ્પની હાલની સ્થિતિ
મેટ્રો 2-બીનું 29%, મેટ્રો 4નું 41.43%, મેટ્રો 4-એનું 45%, મેટ્રો 5 તબક્કો-1નું 72%, મેટ્રો-6નું 63%,મેટ્રો 9નું 47 ટકા સ્થાપત્ય કામ પૂરું થયું છે.

સૂર્યા પ્રાદેશિક પાણીપુરવઠા યોજના
પ્રથમ તબક્કાનું કામ 92%, બીજા તબક્કાનાં 70% કામ પૂરાં થયાં છે. બીજા તબક્કામાંથી મીરા- ભાયંદર મહાપાલિકાને પાણીપુરવઠો કરાશે. ઐરોલી કટાઈ નાકા બોગદા સાથે એલીવેટેડ માર્ગનું બાંધકામ 88% પૂર્ણ.

અન્ય સમાચારો પણ છે...