ભૂતપૂર્વ કામદાર મંત્રી હસન મુશ્રીફે મુરગૂડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો ગુનો રદ કરાવવા મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી છે. ઈડી પ્રકરણમાં સંડોવવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યાનો આરોપ તેમણે દાખલ કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે. અરજી પર સુનાવણી પૂરી થાય ત્યાં સુઘી કોઈ પણ કાર્યવાહી તેમ જ ચાર્જશીટ દાખલ કરવામાં ન આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. છેલ્લા થોડા મહિનાથી વિધાનસભ્ય હસન મુશ્રીફ અને ભાજપ જિલ્લાધ્યક્ષ સમરજિત ઘાટગે વચ્ચેનો રાજકીય વિવાદ ઘણો ચગ્યો છે.
હસન મુશ્રીફ વિરુદ્ધ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ કરતા 23 ફેબ્રુઆરીના મુરગૂડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિવેક કુલકર્ણીએ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. આ પોતાના વિરુદ્ધ ષડયંત્ર હોવાનું મુશ્રીફે જણાવ્યું છે. છેલ્લા થોડા દિવસમાં બની રહેલી ઘટનાઓ પરથી ઈડી પ્રકરણમાં સંડોવવાના પ્રયત્ન ચાલુ છે એમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.આ પહેલાં કંપની કાયદા અંતર્ગત પુણે સેશન્સ કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એના પરથી તેમના પુત્રને સમન્સ મોકલવામાં આવ્યા છે.
આ પ્રકરણમાં ગુનાનું સ્વરૂપ આપવામાં આવ્યું. એના પરથી ઈડીને પીએમએલએ અન્વયે પ્રકરણ નોંધાવી શકાશે. જો કે હાઈ કોર્ટ તરફથી સ્ટે આપવામાં આવ્યા પછી ઈડીએ કોલ્હાપુરમાં નોંધેલા ગુનાનો આધાર લેતા મુશ્રીફ પર વેર વાળવાનો પ્રયત્ન કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ત્રણેય પુત્રોના આગોતરા જામીન પર સોમવારે સુનાવણી : બીજી તરફ ઈડી તરફથી હસન મુશ્રીફ વિરુદ્ધ 35 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યા પછી ત્રણેય પુત્રોએ આગોતરા જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે દાખલ કરેલી આગોતરા જામીન પર અરજી સોમવાર 6 માર્ચના સુનાવણી થવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.