રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહાપુરુષો બાબતે કરેલા વક્તવ્યને લીધે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલે માફી માગવી અથવા તેમને રાજ્યપાલ પદ પરથી હટાવવાની માગણી વિરોધી પક્ષે પકડી રાખી છે. આ ઉપલક્ષ્યમાં હવે રાજ્યપાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે,
જેમાં તેમણે મહાપુરુષ બાબતે અપમાનની સપનામાં પણ કલ્પના કરી શકતો નથી. મારા ભાષણનો એક નાનો અંશ કાઢીને અમુક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, એમ સ્પષ્ટ કર્યું છે.રાજ્યપાલે પત્રમાં લખ્યું છે, મેં કહ્યું કે હું ભણતો હતો ત્યારે મહાત્મા ગાંધીજી, પંડિત નેહરુજી, નેતાજી સુભાષચંદ્ર બોસ વગેરેને વિદ્યાર્થીઓ આદર્શ માનતા હતા. આ બધા આદર્શ છે,
પરંતુ યુવા પેઢી વર્તમાન પેઢીમાં આદર્શ આદર્શ શોધતી રહે છે. આથી જ મેં એવું કહ્યું કે, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરથી તાજેતરના કાળના નીતિન ગડકરી પણ આર્શ હોઈ શકે છે. આનો અથ ડો. એપીજે અબ્દુલ કલામ, હોમી ભાભા પણ અનેક કર્તવ્યશીલ વ્યક્તિઓનો યુવા પેઢીને આદર્શ રહી શકે છે. ભગતસિંહે પત્રમાં જણાવ્યું છે,
આજે આખી દુનિયામાં ભારતનું લૌકિક વધારતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આદર્શ વિદ્યાર્થીઓ સામે રહી શકે છે, જેનો અર્થ મહાપુરુષોનું અવમાન કરવું એવો તો થતો નથી. અહીં ક્યાંય તુલના કરવી તે મુદ્દો હોઈ જ નહીં શકે. હવે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો મુદ્દો છે ત્યાં તેઓ ફક્ત મહારાષ્ટ્રનું નહીં પણ આખા દેશનું ગૌરવ છે.
કોરોનાકાળમાં અનેક લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા નહોતા ત્યારે મેં આ ઉંમરે પણ શિવનેરી, સિંહગઢ, રાયગઢ, પ્રતાપગઢ જેવાં પવિત્ર સ્થળો પર પગપાળાં જઈને દર્શન કર્યાં. છત્રપતિ શિવાજી મહારાજ જેવા શૂર પુત્રને જન્મ આપનારાં વંદનીય મા જિજાઉના જન્મસ્થળે સિંદખેડરાજા ખાતે પણ ગયો હતો. છેલ્લાં 30 વર્ષમાં ત્યાં જનારો હું પ્રથમ રાજ્યપાલ હોઈશ. ત્યાં મેં હવાઈ માર્ગે નહીં પણ કારમાં ગયો. મારા કથનનો મતિતાર્થ જ એ હતો કે છત્રપતિ શિવાજી મહારાજ સદાસર્વકાળ માટે પ્રેરણાસ્રોત છે.
મહારાષ્ટ્ર મહાન રાજ્ય
કોશ્યારીએ જણાવ્યું કે. અમિત શાહ, તમે જાણતા જ હશો કે 2016માં હું હલદાની ખાતે હતો ત્યારે જ 2019થી કોઈ ચૂંટણી લડીશ નહીં અથવા રાજકીય પદથી દૂર રહીશ એવી મારી ઈચ્છા દર્શાવી હતી, પરંતુ વડા પ્રધાન અને મારા જેવા મારી પર સ્નેહ અને વિશ્વાસ જોઈને મેં મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યનું રાજ્યપાલ પદ સ્વીકાર્યું.
મારી પાસેથી ક્યારેક અજાણતાં જ ભૂલ થઈ તો તુરંત ખેદ વ્યક્ત કરવો અથવા ક્ષમાયાચના કરવામાં હું ક્યારેય સંકોચ કરતો નથી.રાજ્યપાલે કહ્યું કે મોગલ કાળમાં સાહસ, ત્યાગ અને બલિદાનના મૂર્તિમંત મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહજી, છત્રપતિ શિવાજી મહારાજ જેવા વંદનીય મહાપુરુષ બાબતે અપમાનની તો હું સપનામાં પણ કલ્પના નહીં કરી શકું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.