રાજકારણ:ફડણવીસનો ચમત્કાર, માણસોને પોતાના કરી દેવામાં સફળઃ પવાર

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અપક્ષોને પોતાની બાજુમાં વાળવામાં ભાજપ સફળ રહ્યો છે. અપક્ષ વિધાનસભ્યોને પોતાના કરવામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને સફળતા મળી છે. રાજ્યસભાના પરિણામ પછી કોઈને આંચકો લાગ્યો નથી, એમ રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારે શનિવારે પુણે ખાતે જણાવ્યું હતું.મહાવિકાસ આઘાડીની કુલ સંખ્યા પ્રમાણ મતદાન થયું. ત્રણેય પક્ષમાંથી કોઈનો મત ફૂટ્યો નહીં. મત ફૂટ્યા તે અપક્ષોના છે. આ પરિણામથી મને પોતાને બહુ આંચકો લાગ્યો નથી. જો તમે મતની સંખ્યા જુઓ તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના અને કોંગ્રેસના ઉમેદવારોનો જે ક્વોટા અપાયો તેમાં કોઈ ફરક પડ્યો નથી.

ફક્ત એક મત પ્રફુલ્લ પટેલને વધુ મળ્યો હતો અને તે મત ક્યાંથી આવ્યો તેની મને જાણ છે. તે મત આઘાડીનો નથી, પરંતુ બીજા બાજુનો છે, એમ તેમણે રહસ્યસ્ફોટ કરતાં જણાવ્યું હતું. દેખીતી રીતે જ તેમનો ઈશારો ભાજપ તરફ હતો.ભાજપમાં અમુક લોકો મારું કહેવાનું માને છે. આથી જો હું કહેત તો તેઓ મને નિરાશ નહીં કરે. જોકે હું તેમાં પડ્યો નહીં, એમ કહીને તેમણે પોતાને આ હારથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

શિવસેનાએ છઠ્ઠી બેઠક લડાવી ત્યાં અમારી ગેપ પડતી હતી. મતની સંખ્યા ઓછી હતી, પરંતુ સાહસ કર્યું અને પ્રયાસ કર્યો. તેમાં અપક્ષોની સંખ્યા ભાજપ પાસે વધુ હતી અને અમારી પાસે ઓછી હતી. આમ છતાં બંને માટે પૂરતી નહોતી અને તેથી લીધે ભાજપે અમને ટેકો આપવા માગતા જે અપક્ષ હતા તેમને પોતાની બાજુમાં લેવામાં સફળ કાર્યવાહી કરી, જેમાં ફડણવીસને સફળતા મળી છે. ચમત્કાર થયો છે એ માન્ય કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...