કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સ અને કે. ઈ. એસ. શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સના કેઈએસ એનસીસી યુનિટના ઉપક્રમે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શૌર્યચક્રના વિજેતા અને પેરા કમાન્ડો મધુસૂદન સુર્વે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સુર્વે ઓપરેશન રક્ષક, ઓપરેશન હિફાજત અને ઓપરેશન સાયનાઇડ એમ ત્રણ મોટી કાર્યવાહીમાં સામેલ હતા. નોંધનીય છે કે એમના પરિવારના અનેક સભ્યો લશ્કરમાં સેવા બજાવે છે.
સામાન્ય સંજોગોમાં માતાઓ પોતાના સંતાનોને લશ્કરમાં મોકલવા ડરતી હોય છે, જ્યારે સુર્વેનાં માતાએ સામેથી એમને લશ્કરમાં જોડાવા પ્રેરિત કર્યા હતા. દુશ્મનો સામે લડતાં લડતાં સુર્વેને એક પગમાં 7, બીજામાં 2 અને પેટમાં 2 એમ કુલ 11 બુલેટ્સ લાગી હતી. છતાં એમણે હિંમતપૂર્વક દુશ્મનોનો પીછો કરીને એમને ઠાર કર્યા હતા. તેમણે લગભગ અશક્ય સંજોગોમાં ત્રણ હાથગોળા શત્રુઓ પર ઝીંક્યા હતા. તેઓ પ્રશિક્ષિત સ્ક્યુબા ડાઇવર છે. એમને દુશ્મનોના વિસ્તારમાં 18,000 ફૂટની ઉંચાઈથી પેરેશૂટ દ્વારા ઉતારાયા હતા. સુર્વેએ પોતાની શૌર્યગાથા વિદ્યાર્થીઓને સંભળાવતાં સૌને પોરસ ચઢ્યું હતું. આ પ્રસંગે ઉક્ત કૉલેજોનાં આચાર્યાં - ડૉ. સંગીતા શ્રીવાસ્તવ તથા ડૉ. લિલી ભૂષણ પણ ઉપસ્થિત હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.