ભાસ્કર વિશેષ:ઘરની લોટરી માટે મ્હાડાએ નવું સોફ્ટવેર બનાવ્યું

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન પ્રક્રિયામાં અરજી કરવું વધુ સહેલું થશે

મ્હાડા પ્રાધિકરણ મારફત જાહેર કરવામાં આવતા ઘરની લોટરી માટે અરજી ભરવાની સુવિધા વધુ સહેલી કરવામાં આવી છે. મ્હાડાએ છેલ્લા થોડા વર્ષથી ઓનલાઈન પ્રક્રિયા પર ભાર મૂક્યો છે. એમાં નવી નવી સુવિધાઓ જોડી છે. મ્હાડા તરફથી જાહેર થતી ઘરની લોટરી માટે નવું સોફ્ટવેર વિકસિત કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરના લીધે ઈચ્છુક અરજદારે અરજી ભરવાના સમયે જરૂરી તમામ કાગળપત્રો ઓનલાઈન રજૂ કરવા પડશે. તેમ જ આ સંપૂર્ણ પ્રક્રિયા વધુ સહેલી થાય એ દષ્ટિએ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. મ્હાડાના ઘરની લોટરી માટે અરજી ભરનારા ઈચ્છુકો માટે નવા સોફ્ટવેરમાંના ફેરફાર વધુ ઉપયોગી થશે એમ મ્હાડાના અધિકારીઓનું જણાવવું છે.

મ્હાડા તરફથી સામાન્ય નાગરિકો માટે ઘરની લોટરી કાઢવામાં આવે છે. મ્હાડા તરફથી પરવડનારી કિંમતમાં ઘર ઉપલબ્ધ કરી આપવામાં આવતા હોવાથી ઈચ્છુક નાગરિકો તરફથી ઘરની લોટરી માટે મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળે છે. જો કે વિવિધ કારણોસર મ્હાડા તરફથી ઘર માટે નવી લોટરી કાઢવામાં આવી નથી. તેથી સામાન્ય મુંબઈગરાઓ નિરાશ થયા છે. મુંબઈમાં ઘરની માગ, ઉપલબ્ધતા અને ઉંચા દરને કારણે મુંબઈગરાઓ મ્હાડા તરફથી મોટા પ્રમાણમાં અપેક્ષા રાખે છે. આ પરિસ્થિતિમાં મ્હાડા વહેલાસર ઘરની લોટરી જાહેર કરવાની તૈયાર કરી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે.

આ લોટરી જાહેર થતાં જ એના માટેની અરજી ભરવાની પ્રક્રિયા વધુમાં વધુ સહેલી કરવાની તૈયારી પણ કરી રહ્યું છે. મ્હાડાના ઘર માટે અરજદારોએ નોંધણી અરજી ભરતા આધારકાર્ડ સહિત આવકનું પ્રમાણપત્ર, પેન કાર્ડ, નિવાસનો પુરાવો જેવા વિવિધ કાગળપત્રો જમા કરાવવા પડશે. આ પદ્ધતિથી દરેક લોટરી પહેલાં જ અરજદારોની પાત્રતા પૂરી થવી સહેલી થશે. આ પ્રક્રિયા કરતા સમયે મ્હાડાએ એક એપ પણ તૈયાર કર્યું છે. ઘરની લોટરીમાં વિજેતા અરજદારોને સીધા લેટર આપતા જ વિજેતા પાસેથી ઘરની કિંમત લેવામાં આવશે.

વિજેતા બીજી કોઈ અરજી કરી શકશે નહીં
લોટરીમાં ઘર મળ્યા બાદ સંબંધિત વિજેતા અરજદાર પોતે જ મ્હાડા બીજા તમામ મંડળોની લોટરી પ્રક્રિયામાંથી બાકાત થઈ જશે. તેથી સંબંધિત લોટરીનો વિજેતા મ્હાડાના બીજા કોઈ પણ મંડળની લોટરીમાં ફરીથી અરજી કરી શકશે નહીં. આ અદ્યતન સિસ્ટમ અમલમાં મૂકવા માટે મ્હાડાએ એ પ્રમાણેનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. એનો ફાયદો મ્હાડા સહિત અરજદારોને પણ થશે.

અન્ય સમાચારો પણ છે...