વીજ ચોરી:મુંબઈમાં છેલ્લા 11 વર્ષમાં 105 કરોડ રૂપિયાની જંગી વીજ ચોરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસ્ટ ઉપક્રમ તરફથી 7867 વીજ ચોરોની ધરપકડ

વીજ ચોરીને વાપરશો નહીં, કાયદેસર મીટર લગાડીને વીજનો ઉપયોગ કરો એવી હાકલ વારંવાર બેસ્ટ ઉપક્રમ તરફથી કરવામાં આવે છે. છતાં મુંબઈમાં મોટા પ્રમાણમાં વીજની ચોરી થતી હોવાનું જણાયું છે. બેસ્ટના વિદ્યુત પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે છેલ્લા 11 વર્ષમાં વીજ ચોરી કરનારા વિરુદ્ધ જોરદાર કાર્યવાહી કરીને 105 કરોડ 36 લાખ 54 હજાર રૂપિયાની વીજ ચોરી પ્રકરણ ખુલ્લા પાડ્યા છે. આ પ્રકરણે 7 હજાર 867 જણની ધરપકડ કરવામાં આવી છે.

બેસ્ટનો વિદ્યુત પુરવઠા વિભાગ સરખામણીએ પરિવહન વિભાગથી નફામાં હતો. અત્યારે આ વિભાગ વિવિધ કારણોસર ખોટ કરે છે. વિદ્યુત પુરવઠા વિભાગને વીજ ચોરીનો મોટો ફટકો પડે છે. નાનામોટા ઉદ્યોગધંધા તેમ જ ઘરગથ્થુ વીજ વપરાશકર્તાઓ તરફથી મીટરમાં ચેડાં કરવામાં આવે છે. અનધિકૃત ઝૂપડપટ્ટીઓમાં ગેરકાયદે જોડાણ કરીને વીજનો ઉપયોગ કરવામાં આવે છે.

મોહમ્મદ અલી રોડ, સારંગ સ્ટ્રીટ, કોલસા સ્ટ્રીટ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, નવરોજી હિલ રોડ સહિત મુંબઈના વિવિધ ભાગમાં અનધિકૃત રીતે ફેરિયાઓએ ફૂટપાથ પર ધામા નાખ્યા છે. એમાંથી મોટા ભાગના ફેરિયાઓ અનધિકૃત રીતે વીજ વાપરે છે. મીટરની ઝડપ ઓછી કરવી, મીટર વિના સીધો વિદ્યુત પુરવઠો લઈને વીજ ચોરી કરવામાં આવે છે. આ વીજ ચોરો વિરુદ્ધ બેસ્ટના વિદ્યુત પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે.

2012-13થી અત્યાર સુધી કુલ 105 કરોડ 36 લાખ 54 હજાર રૂપિયાની વીજ ચોરી પકડવામાં બેસ્ટને સફળતા મળી છે. આ સંદર્ભમાં 17 હજાર 235 પ્રકરણ દાખલ થયાની માહિતી બેસ્ટ ઉપક્રમના અધિકારીઓએ આપી હતી. આ પ્રકરણે 1 હજાર 339 ગુના દાખલ થયા છે અને 7 હજાર 867 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. વીજ ચોરો દંડ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...