નવી મુંબઈની એપોલો હોસ્પિટલ્સમાં વાશિમ જિલ્લાના 11 વંચિત નાના બાળકો પર હૃદયની શસ્ત્રક્રિયા સફળતાથી પાર પડી. 11 કલાકની આ પ્રક્રિયામાં કોઈ પણ વિકૃતિ વિના અને જાનને જોખમ વિના પાર પડી. ચારથી તેર વયવર્ષના આ બાળકોને જન્મથી જ હૃદયવિકાર હતો. જો તેનો ઈલાજ નહીં થાત તો તેમને કુપોષણ અને દીર્ઘકાલીન ગંભીર સમસ્યા પેદા થવાનું જોખમ હતું.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ પણ આ હોસ્પિટલમાં ઉપચાર પ્રદાન કરાય છે, જે અંતર્ગત જિલ્લા તબીબી અધિકારી જન્મજાત હૃદયવિકાર ધરાવતા નાના બાળકોને શોધે છે અને તેમની તપાસ કરે છે, જે પછી નિષ્ણાત ડોક્ટર નિદાનની પુષ્ટિ કરે છે અને તેમની પર ઉપચાર કરાય છે. દર્દીઓને અપાતો ઉપચાર યોજના અંતર્ગત સમાવિષ્ટ કરાય છે, જેથી ઉપચાર પર ખર્ચ બહુ ઓછો થઈને કુટુંબને દિલાસો મળે છે.
પેડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. ભૂષણ ચવ્હાણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં અમારી ટીમે વાશિમમાં જન્મજાત હૃદયવિકારના 120 બાળકોની ઈકોકાર્ડિયોગ્રાફી કરી. તેમાંથી 35 બાળકોને જન્મજાત હૃદયવિકાર હતો. તેમાંથી 40 ટકા પર એન્જિયોગ્રાફી દ્વારા ઉપચારનું નિયોજન કરાયું. સિવિલ હોસ્પિટલ્સની સંમતિ લઈને એન્જિયોગ્રાફી ડિવાઈસ ક્લોઝરની પ્રક્રિયા માટે નવી મુંબઈમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
પ્રક્રિયાના દિવસે સવારે 7.30 વાગ્યે ડોક્ટરોએ શસ્ત્રક્રિયા શરૂ કરી અને એક પછી એક શસ્ત્રક્રિયા પાર પાડી. 11માંથી 5 બાળકોને પેરી- મેમ્બ્રેન્સ વેસ્ક્યુલર રોગ થયો હતો, જે પડકારજનક હતો છતાં શસ્ત્રક્રિયા વ્યવસ્થિત પાર પડી હતી. બાળકોની શસ્ત્રક્રિયા થયા પછી ત્રીજા દિવસે રજા અપાઈ હતી. આ દરમિયાન કોઈ પણ પ્રતિકૂળ ઘટના બની નહોતી. હવે તેમને અન્ય કોઈ પ્રક્રિયાની આવશ્યકતાનથી. બાકી બાળકો પર પણ ઉપચાર કરાશે, એમ પ્રાદેશિક સીઈઓ- પશ્ચિમ ક્ષેત્ર સંતોષ મરાઠેએ જણાવ્યું હતું.
હૃદયવિકારના 350થી વધુ કેસ હાથ ધર્યા
આ હોસ્પિટલમાં 350થી વધુ નાના બાળકોના હૃદયવિકારના કેસ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી 40 ટકા આંતરરાષ્ટ્રીય દર્દી હતા. અમે 60 કેસમાં નિઃશુલ્ક સેવા આપી. સર્વ 11 બાળકોને હવે રજા અપાઈ છે અને તેમને કોઈ પણ ગૂંચ નથી. તેઓ વાશિમમાં પોતપોતાના ઘરે હેમખેમ છે. અનુભવી ચિકિત્સકો અને કુશળ તબીબી ટીમને લીધે જ આ શક્ય બન્યુ છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.